- વિમાન પરત ફરતા પહેલાં યુએઈમાં રોકાશે, બે વ્યક્તિ સામે કાર્યવાહી થશે
- ફ્રાન્સમાં શરણ માગનારા 25ને ફ્રાન્સના દ’ગોલ એરપોર્ટ પર અલગ ઝોનમાં રખાયા
- 13 સગીરો પૈકી 11ને સ્પેશિયલ કેરમાં રખાયા
માનવ તસ્કરીની શંકા સાથે ફ્રાન્સનાં અધિકારીઓએ અટકમાં લીધેલું 275 પ્રવાસીઓ સાથેનું વિમાન ફ્રાન્સથી રવાના થયા પછી મંગળવારે મુંબઈ આવી પહોંચશે તેવી ગણતરી છે. પ્રવાસીઓમાં સૌથી વધુ ભારતીયો હોવાનું માનવામાં આવે છે. ફ્રાન્સથી આ વિમાન અગાઉ સોમવારે બપોરે મુંબઈ પહોંચવાનું હતું પરંતુ 50 જેટલા પ્રવાસીઓએ ફ્રાન્સમાં આશ્રાય માગતા વિમાન ટેકઓફ થઈ શક્યું નહોતું. અગાઉ માનવ તસ્કરીની શંકાને કારણે વિમાનને ફ્રાન્સનાં વેટ્રી એરપોર્ટ પર રોકી રાખવામાં આવ્યું હતું. રોમાનિયાની લીજેન્ડ એરલાઈન્સનું વિમાન ગમે ત્યારે મુંબઈ આવી પહોંચશે.
13 સગીરો પૈકી 11ને સ્પેશિયલ કેરમાં રખાયા
લીજેન્ડ એરલાઈન્સનાં વકીલનાં જણાવ્યા મુજબ ફ્રાન્સનાં જજ દ્વારા 28 પ્રવાસીઓને ફ્રાન્સ છોડવાની મંજૂરી અપાઈ છે. રોકી રાખવામાં આવેલા વિમાનનાં 50 પ્રવાસીઓએ ફ્રાન્સમાં શરણ માંગ્યું છે તેથી તેમને ફ્રાન્સમાં જ રોકી રખાયા છે. 2 લોકોને માનવ તસ્કરીની શંકાને આધારે અટકમાં લેવાયા છે તેઓ પણ ફ્રાન્સમાં જ રોકી રખાયા છે. 13 સગીરો પૈકી 11ને સ્પેશિયલ કેરમાં રાખવામાં આવ્યા છે તેથી આ સિવાયનાં પ્રવાસીઓને લઈને વિમાન ભારત આવવા રવાના થશે.
કયા ત્રણ કારણોથી પ્રવાસીઓને છોડવામાં આવ્યા
ફ્રાન્સનાં નિયમ મુજબ પ્રવાસીઓને 4 દિવસથી વધુ અટકમાં રાખી શકાતા નથી.
લીજેન્ડ એરલાઈન્સનાં જણાવ્યા મુજબ વિમાનનાં તમામ પ્રવાસીઓ પાસે માન્ય પાસપોર્ટ છે. લીજેન્ડ એરલાઈન્સ ક્યારેય માનવ તસ્કરીમાં સંડોવાયેલું નથી.
ભારતીય દૂતાવાસનાં અધિકારીઓ દ્વારા મદદ અને મૌલિક અધિકારો.


