- અમેરિકા અને સિંગાપોરમાં બે ઘટના આવી સામે
- અમેરિકામાં હાઈવે પર વિમાન કાર સાથે અથડાયું
- સિંગાપોરમાં એક ભારતીયને પાંચ મહિનાની જેલની સજા ફટકારાઈ
અમેરિકામાં એક વિમાન અકસ્માતનો ભોગ બન્યું જેમાં બે લોકોનાં મોત થયા હતા. આ ઘટના દક્ષિણ-પશ્ચિમ ફલોરિડાની છે. જ્યાં ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન એક નાનું વિમાન તૂટી પડયું હતું. મળતી માહિતી અનુસાર, શુક્રવારે સાંજે કોલિયર કાઉન્ટીના પાઈન રિઝ રોડ પાસે વિમાન એક કાર સાથે અથડાઈ ગયું હતું. આ હાઈવે ફોર્ટ લોડર ડેલ તરફ જઈ રહ્યો છે. આ અકસ્માતને લીધે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થય હતો. આ સિવાય અન્ય એક ઘટનામાં સિંગાપોરની ઘટના સામે આવી છે. જેમાં ભારતીય યુવકને જેલની સજા ફટકારાઈ છે.
સિંગાપોરમાં જેલમાં બંધ ભારતીય
સિંગાપોરમાં ભારતીય મૂળના એક યુવકને પાંચ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. 47 વર્ષીય નાદેસન પિલ્લઈ સોકલિંગમ પિલ્લઈ પર આરોપ છે કે તેણે લોન ન ચૂકવવાને કારણે પીડિતાને તેના કપડા ઉતારવા મજબૂર કર્યા હતા. લોનની રકમ માત્ર 6000 સિંગાપોર ડોલર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પિલ્લઈએ પીડિતાનું માથું મુંડાવવાની પણ ધમકી આપી હતી. પિલ્લઈ તેમજ તેના બે મિત્રો


