- બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો પોલીસકર્મી
- વાડીનાર પાસે પોલીસની ટીમે રોકતા પોલીસકર્મી ફરાર
- સંજય આહીર નામનો પોલીસકર્મી ચલાવતો હતો કાર
દ્વારકામાં નશાની હાલતમાં પોલીસકર્મીએ કાર ચલાવી છે. જેમાં બેફામ રીતે પોલીસકર્મી કાર ચલાવી રહ્યો હતો. વાડીનાર પાસે પોલીસની ટીમે રોકતા પોલીસકર્મી ફરાર થયો હતો. સંજય આહીર નામનો પોલીસકર્મી કાર ચલાવતો હતો. કારમાં અન્ય મહિલા મિત્રો હોવાનો પણ સ્થાનિકોનો દાવો છે.
મહિલા મિત્રો સામે ઇમ્પ્રેશન જમાવવા ફાયરિંગ કર્યાની પણ ચર્ચા
મહિલા મિત્રો સામે ઇમ્પ્રેશન જમાવવા ફાયરિંગ કર્યાની પણ ચર્ચા છે. તેમજ પોલીસકર્મી સામે કાર્યવાહી કરવા ઇ-ગુજકોર્પમાં અરજી કરાઇ છે. તેમાં પોલીસ કર્મચારી ક્રેટા કાર અને રિવોલ્વર મૂકી ફરાર થયો હતો. વાડીનાર પાસેથી પુર ઝડપેથી પસાર થઈ રહેલ ક્રેટા કાર દ્વારા અકસ્માત સર્જતા પોલીસ દ્વારા કારને ચેકીંગ માટે રોકવાનો પ્રયાસ કરતા કાર સવાર પોલીસ કર્મી ફરાર થયો છે. કાર અને રિવોલ્વર સાથે બેફિકરાઈથી કાર ચલાવી, ચેકીંગ દરમિયાન કાર મૂકી પોલીસ કર્મચારી ફરાર થતાં વાડીનાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તમામ અધિકારીઓએ મીડિયા સમક્ષ મૌન સેવ્યુ
આરોપી પોલીસ કર્મી સંજય ભીમા આહીર નશામાં ધૂત હોવાનું અને અન્ય મહિલા મિત્રો સાથે નરારા ટાપુ ફરવા ગયાનું લોકો મુખે ચર્ચાઇ રહ્યું છે. એટલું જ નહિ ફરાર પોલીસ કર્મીએ મહિલા મિત્રો પર ઇમ્પ્રેશન વધારવા હવામાં ફાયરિંગ કર્યાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસ કર્મી ફરાર શા માટે થયો…? સાથે અન્ય કોણ કોણ હતું…? ફાયરિંગ થયું છે કે શું…પોલીસ કર્મી નશામાં ધૂત હતો …? આ તમામ બાબતે દ્વારકા જિલ્લા પોલીસ ગંભીરતા દાખવશે કે પછી સામન્ય ગુનો દાખલ કરી પ્રકરણ પૂરું કરશે તે જોવું રહ્યું છે. ત્યારે આ ઘટનામાં ખુદ પોલીસ કર્મી આરોપી હોય ત્યારે તમામ અધિકારીઓએ મીડિયા સમક્ષ મૌન સેવ્યુ છે.


