- સસ્પેન્ડેડ ASIએ મારમારી હત્યા કર્યાનું સામે આવ્યું
- મારમારીને હત્યા કર્યાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો
- સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવા બાબતે થઈ હતી માથાકૂટ
સુરત BJP લઘુમતી મોરચાના નેતાની હત્યા થયાનું રહસ્ય ખૂલ્યું છે. જેમાં સસ્પેન્ડેડ ASIએ મારમારી હત્યા કર્યાનું સામે આવ્યું છે. તેમાં મારમારીને હત્યા કર્યાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે. તેમજ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવા બાબતે માથાકૂટ થઈ હતી.
મૃતકના ભાઈની પત્ની સાથે આરોપી લીવ ઈન રિલેશનમાં હતો
મૃતકના ભાઈની પત્ની સાથે આરોપી લીવ ઈન રિલેશનમાં હતો. સસ્પેન્ડ ASI રોનકે તાજેતરમાં એગ્રીમેન્ટ કરાર કર્યો હતો. જેમાં મૃતક સલીમના ભાઇની પત્નીને રોનક ભગાડી ગયો હતો. રોનક હિરાણી અગાઉ દારૂની ખેપ મારતા ઝડપાયો હતો. તેમજ ભેસ્તાન પોલીસે રોનક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે સસ્પેન્ડ પોલીસ કર્મી રોનક હિરાણીની ધરપકડ કરી છે. જેમાં શહેરનો પોલીસ કર્મી પોલીસ ચોપડે હત્યારો બન્યો છે.
સસ્પેન્ડ પોલીસ કર્મી રોનક હિરાણીની ધરપકડ કરી
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં ઉનમાં ભાજપ લઘુમતી મોરચના નેતાને જ પતાવી નાખ્યો હતો. મૃતક સલીમે વેવાણ અંગે અભદ્ર પોસ્ટ મુકી હતી. મૃતક સલીમના ભાઇની પત્ની સાથે આરોપી રોનક લીવ ઇન રિલેશનમાં રહે છે. પંદર દિવસ પછી મૃતકના પુત્ર સુમિતના લગ્ન યોજાવાના હતા. ત્યારે ભેસ્તાન પોલીસે રોનક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. તેમજ સસ્પેન્ડ પોલીસ કર્મી રોનક હિરાણીની ધરપકડ કરી છે.


