- ટેન્ડરની શરતોમાં ફેરફાર કરાયાના આક્ષેપ થતાં ટેન્ડર રદ કરાયું હતું
- પ્રતિકિલો દીઠ ભાવ રૂ.108.80થી ઘટી 68.80 આવ્યો
- 25 હજાર મેટ્રિક ટન કાગળ ખરીદાશે
ગુજરાત રાજ્ય પાઠયપુસ્તક મંડળ દ્વારા પાઠય પુસ્તક માટે 32 હજાર મેટ્રિક ટન કાગળ ખરીદવાનું પ્રતિકિલોએ રૂ. 108.80ના ભાવે ટેન્ડર મંજુર કરાયું હતું. આ ટેન્ડરમાં મોટી ગેરરીતિ આચરાયાની ફરિયાદો ઉઠતા મુખ્યમંત્રી દ્વારા ટેન્ડર રદ કરવાનો આદેશ અપાયો હતો. ફરીથી નવું ટેન્ડર કરાયું, જેમાં પ્રતિકિલો રૂ.68.80નો ભાવ આવ્યો. આમ જૂના ટેન્ડરની સરખામણીએ સરકારની તિજોરીને રૂ.125 કરોડનો ફાયદો થશે.
રાજ્ય પાઠય પુસ્તક મંડળ દ્વારા 32 હજાર મેટ્રિક ટન મેપ લીથો કાગળ જે પુસ્તક તૈયાર કરવામાં વપરાય છે તે ખરીદવાનું રૂ.371.20 કરોડનું ટેન્ડર કરાયું હતુ. આ ટેન્ડરમાં સ્પેસિફિકેશનમાં ફેરફાર કરાતાં સ્પર્ધા ઘટી ગઈ હોવાથી માત્ર 6 જ કંપનીઓ આવી હતી, જેમાથી 4 કંપનીઓ ક્વોલિફાઈડ થઈ હતી. જેમાં એલ-1 તરીકે શાહ પેપર મિલ લીમિટેડ આવી હતી, જેનો કુલ ભાવ રૂ.351.36 કરોડનો ભર્યો હતો. એટલે કે, 1 કિલો કાગળનો ભાવ રૂ.109.80 જેટલો થાય, જેને છેલ્લે રૂ.108.80ના ભાવે ઓર્ડર આપવાનું નક્કી કરાયું હતું. દરમિયાન ફરિયાદો ઉઠતાં આ ટેન્ડર સ્થગિત કરાયું હતુ. એ પછી મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમાં સ્પર્ધા વધે એ પ્રકારનું નવુ ટેન્ડર કરવાનો નિર્ણય લેવાયો હતો. નવા ટેન્ડરમાં વોટર માર્કનો વિકલ્પ દુર કરાયો, સિક્યોરીટી ફિચર્સ હટાવી દીધા તેમજ 80ના બદલે 70 ય્જીસ્નો કાગળ લેવાનો નિર્ણય કરાયો. આ સિવાય સિંગલના બદલે ચાર ભાગમાં કુલ20 હજાર મેટ્રિક ટન કાગળના ટેન્ડર કરાયા જેમાં પ્રતિકિલો દીઠ રૂ.68.80નો ભાવ આવ્યો. જૂના ટેન્ડર મુજબ બાકી રહેલ 25 હજાર મેટ્રિક ટન કાગળનો કુલ ભાવ રૂ.272 કરોડ થતો હતો જેના બદલે હવે ઘટીને રૂ.172 કરોડ થશે. આ સિવાય ય્જીસ્માં ઘટાડો થતાં બીજા 25 કરોડનો મળી કુલ 125 કરોડનો ફાયદો થશે તેવો દાવો કરાયો છે.


