- પકડાયેલા ડ્રગ્સની કિંમત 1 હજાર કરોડ જેટલી હોવાનો અંદાજ
- દરિયા કિનારે જથ્થો ઉતરે તે પહેલા જ મોટી સફળતા
- ATS, NCB અને નેવીના સંયુક્ત ઓપરેશનમાં સફળતા
ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેમાં દરિયા કિનારે જથ્થો ઉતરે તે પહેલા જ મોટી સફળતા મળી છે. તેમાં 3100 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ATS, NCB અને નેવીના સંયુક્ત ઓપરેશનમાં સફળતા મળી છે. ઇરાની બોટમાં ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું હતું.
ઇરાની બોટમાંથી 5 પાકિસ્તાની પેડલરો ઝડપાયા
ઇરાની બોટમાંથી 5 પાકિસ્તાની પેડલરો ઝડપાયા છે. તેમજ 2950 કિલો ચરસ, 160 કિલો મેથામ્ફેમાઇનનો જથ્થો મળ્યો છે. તેમજ 25 કિલોગ્રામ મોર્ફિનનો જથ્થો ઝડપાયો છે. પોરબંદરના દરિયામાંથી અંદાજીત 3 ટન (3,100 KG) જેટલો ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. ઈરાની બોટમાંથી 5 પેડલરોને મોડી રાત્રે પોરબંદર લાવવામાં આવ્યા છે. ભારતીય જળસીમામાં ATS, NCB, નેવીનું સંયુક્ત ઓપરેશન હતુ. ડ્રગ્સ કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે.
પકડાયેલા ડ્રગ્સની કિંમત 1 હજાર કરોડ જેટલી હોવાનો અંદાજ
પકડાયેલા ડ્રગ્સની કિંમત 1 હજાર કરોડ જેટલી હોવાનો અંદાજ છે. ડ્રગ્સ દરિયા કિનારે ઉતરે તે પહેલા એજન્સીઓને મોટી સફળતા મળી છે. ડ્રગ્સ દક્ષિણ ભારત તરફ લઇ જવામાં આવી રહ્યું હતું તેમ સૂત્રોએ જણાવ્યું છે.


