- અમદાવાદના બોપલમાં કુરિયરના નામે ઘરમાં પાડી ધાડ
- સહિ કરવાના બહાને ઘરનો દરવાજો ખોલાવ્યો હતો
- મહિલાએ દરવાજો ખોલતા જ 3 શખ્સો ઘરમાં પ્રવેશ્યા
અમદાવાદમાં કુરિયર મેનના રૂપમાં ધાડપાડુ આવી શકે છે. જેમાં અમદાવાદના બોપલમાં કુરિયરના નામે ઘરમાં ધાડ પાડવામાં આવી છે. તેમાં સહિ કરવાના બહાને ઘરનો દરવાજો ખોલાવ્યો હતો. જેમાં મહિલાએ દરવાજો ખોલતા જ 3 શખ્સો ઘરમાં પ્રવેશ્યા હતો. અને ગળા પર છરી મુકી દાગીના રોકડ સહિત રૂપિયા 1.11 લાખની લૂંટ કરી ફરાર થયા છે.
લૂંટ કરી કાર લઈને ત્રણેય શખ્સો ફરાર થયા
લૂંટ કરી કાર લઈને ત્રણેય શખ્સો ફરાર થયા છે. શખ્સો સામે બોપલ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. અગાઉ શહેરના ન્યૂ રાણીપ ખાતેની એક સોસાયટીમાં કુરિયર આપવા માટે આવેલા એક યુવકે સગીરાને પોતાના તરફ ખેંચીને તેની શારીરિક છેડતી કરી હતી. કુરિયર આપવા આવેલા યુવકે પહેલા સગીરા પાસે પાણીની માંગણી કરી હતી. બાદમાં આસપાસ કોઈ ન હોવાનું જાણીને તેણે સગીરા સાથે અડપલાં કર્યા હતા.
સગીરાઓ બૂમાબૂમ કરતા ફ્લેટના રહીશો એકઠા થઈ ગયા
આ દરમિયાન સગીરાઓ બૂમાબૂમ કરતા ફ્લેટના રહીશો એકઠા થઈ ગયા હતા અને કુરિયરબોયને ઝડપી પાડ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા સાબરમતી પોલીસ આવી પહોંચી હતી અને યુવકની ધરપકડ કરી હતી. કુરિયરની ડિલિવરી માટે આવેલા યુવકે સગીરાને પહેલા કુરિયર આપ્યું હતું. બાદમાં તેણે ત્રણ વખત સગીરા પાસે પાણી માંગ્યું હતું. આ દરમિયાન તેણે સગીરાને પોતાના તરફ ખેંચીને કમરથી પકડીને તેની છેડતી કરી હતી. જોકે, આ સમયે સગીરાએ સૂઝબૂઝ વાપરતા બૂમાબૂમ કરી મૂકી હતી. આ જ કારણે તેની સાથે અઘટિત ઘટના બનતી અટકી ગઈ હતી.


