16 હજાર ચો.મી.જમીન ખુલ્લી કરાવાઈ
રાજકોટ નજીક આવેલ વાવડી સર્વ નંબર 149 માં સરકારી જમીન ઉપર કાચા પાકાં મકાનો,વડાઓ બનાવી અને દબાણ કરવામાં આવ્યું હતું જે આજે દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે સાંજ સુધી ચાલશે.
રાજકોટ જિલ્લા કલેકટરની સુચનાથી સરકારી જમીન ઉપર વર્ષોથી ખડકી દેવાયેલા ગેરકાયદે બાંધકામો દુર કરવા માટે સુચના આપવામાં આવી હતી જેમાં આજે સવારે સર્કલ ઓફિસર કથીરીયા,સાગર ચાવડા તથા જાડેજાની આગેવાની હેઠળ વાવડી સર્વે નંબર 149 ની આશરે 16 હજાર ચો.મી.જમીન ઉપર કાચા પાકાં મકાનો તથા ઢોરને બાંધવા માટેના વડા તથા રેકડીનુ દબાણ કર્યું હતું તે દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાંથી બપોર સુધીમાં 50% ટકા દબાણ દુર કરવામાં આવ્યું હતું. અને આ દબાણ દુર કરવાની કામગીરી સાંજ સુધી ચાલશે. આ દબાણ હટાવાની કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત આવતીકાલે કોઠારીયા વિસ્તારમાં સરકારી જમીન ઉપર ખડકી દેવાયેલા બાંધકામો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.


