- દિયોદરમાં બાળકના ગળામાં દાડમનો દાણો ફસાતા મોત
- દાડમનો દાણો ફસાતા શ્વાસ રૂંધાતા બાળકે જીવ ખોયો
- હોસ્પિટલમાં લઇ ગયા ત્યારે તબીબે બાળકને મૃત જાહેર કર્યો
માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં દિયોદરમાં બાળકના ગળામાં દાડમનો દાણો ફસાતા મોત થયુ છે. દાડમનો દાણો ફસાતા શ્વાસ રૂંધાતા બાળકનું મોત થયુ છે. દોઢ વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાયો અને હોસ્પિટલમાં લઇ ગયા ત્યારે તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.
દિયોદરના ગોકુલનગરમાં ઘર આંગણે રમતા દોઢ વર્ષના બાળકનું મોત
દિયોદરના ગોકુલનગરમાં ઘર આંગણે રમતા દોઢ વર્ષના બાળકનું મોત થયુ છે. જેમાં જૈનીલ તન્ના નામના દોઢ વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાઈ જતા બાળકનો શ્વાસ રૂંધાયો હતો. જેમાં બાળકને હોસ્પિટલમાં લઈ જતા ફરજ ઉપરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. મૃતક બાળકના પિતરાઈ ભાઈનો જન્મદિવસ હોઈ બાળક એકલો રમતો હતો ત્યારે ઘટના બની હતી. માસૂમ બાળકનું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે.
નાના ભાઈને મોટી બહેને પાણી સમજી ભૂલમાં એસિડ પીવડાવી દીધું
અગાઉ સુરતના પાંડેસરા ખાતે ચાર વર્ષની બહેને રમત-રમતમાં બે વર્ષના નાના ભાઈને એસિડ પીવડાવી દીધુ હતુ. જ્યારે બાદ બાળકને તાત્કાલીક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતુ. જ્યાં બાળકની તબિયત સુધારા પર આવી હતી. પાંડેસરાના શાંતિનગર સોસાયટી ખાતે બે વર્ષના માસુમ બાળક પ્રિન્સની માતા બજારમાં ગઈ હતી. તે સમયે પોતાના નાના ભાઈને મોટી બહેને પાણી સમજી ભૂલમાં એસિડ પીવડાવી દીધું હતું. જે બાદ તે બાળકને 108 એમબ્યુલન્સ મારફતે સુરત સિવિલ ખસેડાયું અને બાળકની તબિયત સુધારા પર આવી હતી.


