- બે બાળકીઓએ કચરામાં પડેલ ગોળીઓ ખાતા રિએક્શન
- બન્ને બાળકીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ
- કચરામાં દવાઓને લઈ સ્થાનિક તંત્ર સામે ઉઠ્યા સવાલો
અમરેલીના બગસરામાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે બાળકીઓએ કચરામાં પડેલ ગોળીઓ ખાતા રિએક્શન થયુ છે. તેમાં બન્ને બાળકીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે. કચરામાં દવાઓને લઈ સ્થાનિક તંત્ર સામે સવાલો ઉઠ્યા છે.
પોલીસે વાલીઓને ધ્ચાન રાખવા અપીલ કરી
પોલીસે વાલીઓને ધ્ચાન રાખવા અપીલ કરી છે. જેમાં બગસરા શહેરમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. બે બાળકીઓએ કચરામાં પડેલ ગોળીઓ ખાતા રિએક્શન આવ્યું છે. એક બાળકી 8 વર્ષ અને બીજી બાળકી 7 વર્ષની છે. બન્ને બાળકીઓને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ છે. જેમાં બંને બાળકીઓની સારવાર દરમ્યાન તબિયત સારી થઇ છે. ઘટનાને લઈ શહેરમાં ચકચાર મચી છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વાલીઓને ધ્યાન રાખવા અપીલ કરી રહી છે. કચરાઓમાં રખડતી દવાઓને લઈને સ્થાનિક તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.
રમત-રમતમાં બે વર્ષના નાના ભાઈને એસિડ પીવડાવી દીધુ
અગાઉ સુરતના પાંડેસરા ખાતે ચાર વર્ષની બહેને રમત-રમતમાં બે વર્ષના નાના ભાઈને એસિડ પીવડાવી દીધુ હતુ. જેમાં બાળકને તાત્કાલીક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતુ. તેમાં બાળકની તબિયત સુધારા પર આવી હતી. પાંડેસરાના શાંતિનગર સોસાયટી ખાતે બે વર્ષના માસુમ બાળક પ્રિન્સની માતા બજારમાં ઘઈ હતી. તે સમયે પોતાના નાના ભાઈને મોટી બહેને પાણી સમજી ભૂલમાં એસિડ પીવડાવી દીધું હતું. જે બાદ તે બાળકને 108 એમબ્યુલન્સ મારફતે સુરત સિવિલ ખસેડાયું અને બાળકની તબિયત સુધારા પર આવી હતી.


