- માંગરોળના પીપોદરા ગામે મીલમાં બાળક માતા સાથે ગયું હતું
- બાળક રમતું રમતું કાપડના તાકા નીચે દબાઈ ગયું
- સમગ્ર ઘટના અંગે કોસંબા પોલીસે તપાસ હાથ ધરી
સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં કાપડના તાકા નીચે દબાઈ જતા બાળકનું મોત થયુ છે. માંગરોળના પીપોદરા ગામે બાળક માતા સાથે મીલમાં ગયું હતુ. જેમાં બાળક રમતું રમતું કાપડના તાકા નીચે દબાઈ ગયું હતુ.
સમગ્ર ઘટના અંગે કોસંબા પોલીસે તપાસ હાથ ધરી
સમગ્ર ઘટના અંગે કોસંબા પોલીસે તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લામાં ફરી માતા પિતા માટે લાલબત્તી સમાન બનાવ સામે આવ્યો છે. માંગરોળના પીપોદરા ગામે માતા સાથે મીલમાં ગયેલ બાળક કાપડના તાકા નીચે દબાઈ ગયો હતો. ત્યારે શ્વાસ રૂંધાઇ જવાથી બાળક મોતને ભેટ્યો છે. માતા મીલમાં કામ કરતી હતી તે બાળક રમતું રમતું કાપડના તાકાના ઢગલા પાસે પહોંચ્યું હતું. મૃતક બાળકનું નામ સંસ્કાર રાજપૂત હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને કરાઈ હતી.
બે વર્ષના નાના ભાઈને એસિડ પીવડાવી દીધુ હતુ
અગાઉ પાંડેસરા ખાતે ચાર વર્ષની બહેને રમત-રમતમાં બે વર્ષના નાના ભાઈને એસિડ પીવડાવી દીધુ હતુ. જ્યાર બાદ બાળકને તાત્કાલીક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતુ. જ્યાં બાળકની તબિયત સુધારા પર થઇ હતી. પાંડેસરાના શાંતિનગર સોસાયટી ખાતે બે વર્ષના માસુમ બાળક પ્રિન્સની માતા બજારમાં ગઈ હતી. તે સમયે પોતાના નાના ભાઈને મોટી બહેને પાણી સમજી ભૂલમાં એસિડ પીવડાવી દીધું હતું. જે બાદ તે બાળકને 108 એમબ્યુલન્સ મારફતે સુરત સિવિલ ખસેડાયું અને બાળકની તબિયત સુધારા પર આવી હતી.


