- રાઈડની દોરી પગમાં આવી જતા બન્યો બનવા
- વિદ્યાર્થિની 15 ફૂટ નીચે પટકાઈ હતી
- ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી
જૂનાગઢમાં કોલેજ રોજ ઉપર સૂરજ ફન વર્લ્ડમાં પોરબંદર પંથકની ધોરણ 5 માં અભ્યાસ કરતી 10 વર્ષની એક વિદ્યાર્થીનીનું કરુણ મોત થયાનું ઘટના સામે આવી છે. પોરબંદરના રાણાવાવ તાલુકાના બાપોદર ગામની પ્રાથમિક શાળાના સભ્ય કેશુભાઈએ જણાવ્યું કે, તેમની શાળાના 51 વિદ્યાર્થીઓનો જૂનાગઢનો પ્રવાસ કર્યો હતો, જેમાં સાંજે અહીંના બહાઉદિન કોલેજ પાસે આવેલા સૂરજ ફન વર્લ્ડ બાળકોને લઈને ગયા હતા.
લોખંડના પાઈપમાં તેનું માથું અથડાતા સ્થળ પર જ મોત થયું
ઘટના સમયે બાળકોમાં અમુક નીચે ઉભા હતા, અમુક ચકડોળમાં હતા. ત્યારે તેમની શાળાની પાલીબેન માણસુરભાઈ બાપોદરા ઉ.10 નો ચકડોળમાં વારો આવવાનો બાકી હતો. જેથી તે લઘુશંકા કરવા માટે જતી હતી. ત્યારે ચકડોળના નીચે ફરતા પટ્ટામાં તેનો પગ ફસાઈ જતા તે ઊંચે સુધી ઊંધા માથે લટકાઇ હતી. પરંતુ હાથ છૂટી જતા તે નીચે પડી હતી. જેથી નીચે ચકડોળના લોખંડના પાઈપમાં તેનું માથું અથડાતા સ્થળ પર જ મોત થયું હતું.
મૃતદેહને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો
આ અંગે તેમના પરિવારને જાણ કરતા તેઓ સ્થળ પર આવ્યા અને મોડી રાતે પોસ્ટમોર્ટમ માટે વિદ્યાથીનીના મૃતદેહને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હાલ અહીં સી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા નિવેદનો લઈને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટના અંગે ખરેખર પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવે તો સૂરજ ફન વર્લ્ડ જેમાં બાળકોની રાઈડ અંગે કેવી તકેદારી રાખવામાં આવી રહી છે તે બહાર આવશે. ખરેખર આવા સ્થળોએ મનપા અથવા અન્ય તંત્ર દ્વારા રૂટિન ચેકીંગ કરવામાં આવે છે કે કેમ તે સવાલ છે.


