- બેટ વડે માતાના માથામાં ફટકા મારી કરી હત્યા
- તળાજા ટ્રેઝરી ઓફીસમાં કલાર્કની નોકરી કરતી હતી મહિલા
- તળાજા પોલીસે આરોપી દીકરાની કરી ધરપકડ
ભાવનગરમાં ચકચારી ભર્યો બનાવ સામે આવ્યો છે. જ્યાં એક સગા દીકરાએ માતાનો જીવ લીધો હોવાની વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટના પછી પરિવાર સહિત આસપાસના વિસ્તારમાં શોક સાથે ચકસારી મચી ગઈ છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની માહિતી અનુસાર ભાવનગરના તળાજામાં એક મહિલા જે ટ્રેઝરી ઓફિસમાં ક્લાર્ક તરીકે કામ કરતી હતી. જેના સગા દીકરીએ માતાના માથામાં ફટકા મારી હત્યા કરી દીધી છે. જેના કારણે પરિવારમાં પણ શોકનો માહોલ છે. તેમજ માતા અને પુત્ર વચ્ચે કોઈ આંતરિક વિવાદ થયો હતો જેના કારણે આ પ્રકારે હત્યા કરી હતી.
તેમજ પોલીસ દ્વારા તાત્કાલિક દીકરાની ધરપકડ કરી છે. જેમાં તળાજા પોલીસે આરોપી દીકરાની ધરપકડ કરી છે. જેની સાથે જ ક્યાં સંજોગોમાં પુત્રએ માતાની હત્યા કરી તેના અંગે પણ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. હાલમાં મહિલાનું પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.


