- આવતીકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે
- 21 થી 25 ફેબ્રુઆરીથી ઠંડીનો વર્તારો રહેશે
- રાજ્યમાં પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધશે
રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. જેમાં આવતીકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. તેમાં 21 થી 25 ફેબ્રુઆરીથી ઠંડીનો વર્તારો રહેશે. રાજ્યમાં પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધશે. તેમજ કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને 2થી 3 ડિગ્રી લઘુતન તાપમાનનો પારો ગગડશે.
ઉત્તર ગુજરાત, કચ્છમાં ઠંડીથી વધુ અસર થશે
ઉત્તર ગુજરાત, કચ્છમાં ઠંડીથી વધુ અસર થશે. તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઠંડી જોવા મળશે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાત રાજયમાં વરસાદની આગાહી નથી. પરંતુ ત્રીજા અને ચોથા દિવસે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. હાલમાં કાશ્મીરમાં ફરી એકવાર હિમવર્ષાને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જેની અસર થોડા દિવસોમાં ગુજરાતમાં પણ વર્તાય તેવી શક્યતા છે.
2થી 3 ડિગ્રી લઘુતન તાપમાનનો પારો ગગડશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આગામી દિવસોમાં ગુજરાત પર આવતા પવનોની દિશા ઉત્તર તરફથી રહેશે. કારણે કાશ્મીરની હિમવર્ષાની અસરો પવનો દ્વારા ગુજરાત સુધી આવશે. હાલમાં ગુજરાતમાં આવતાં પવનની દિશા ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી છે. પરંતુ ત્રણ દિવસ બાદ પવનની દિશા અને તાપમાનમાં પણ ઘટાડો થશે. 2થી 3 ડિગ્રી લઘુતન તાપમાનનો પારો ગગડશે.


