- પાકિસ્તાનમાં ચૂંટણી દરમિયાન મોબાઈલ સેવા બંધ કરવામાં આવી
- પાકિસ્તાનમાં ચાલુ મતદાન દરમ્યાન હિંસા ફાટી નીકળી
- આતંકવાદ, મોંઘવારી વચ્ચે પાકિસ્તાનની પ્રજા પીસાઈ રહી છે
પાકિસ્તાનમાં જનરલ ઈલેક્શન દરમ્યાન મતદાન ચાલી રહ્યું છે આ દરમિયાન, અશાંત એવા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાંથી સમાચાર આવ્યા છે કે ચૂંટણી કાર્યકરોની સુરક્ષા કરી રહેલા સૈનિકો પર ગોળીઓ ચલાવવામાં આવી છે. આ હુમલામાં એક સુરક્ષાકર્મીનું મોત થયું છે. પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુરુવારે બપોરે ચૂંટણી કાર્યકરો પર થયેલા હુમલામાં એક સુરક્ષા ગાર્ડનું મોત થયું હતું, એમ મળતી જાણકારીમાં સામે આવ્યું છે.
હુમલો ક્યા થયો ?
સ્થાનિક પોલીસે ઈમરજન્સી સેન્ટરને ફોન પર જણાવ્યું કે હુમલા ટેંક જિલ્લાના કોટ આઝમ વિસ્તારમાં બન્યો છે. જ્યાં અજાણ્યા બંદૂકધારીઓએ મતદાન કર્મચારીઓની સુરક્ષા કરી રહેલા એક સુરક્ષાજળ પર ગોળીઓ વરસાવી હતી. આ મુદ્દે કહેવાયું કે કોટ આઝમ સ્ટેશન પર મતદાન હંગામી રીતે રોકી દેવામાં આવ્યું છે. જ્યાં ઘટના સર્જાઈ એ જિલ્લાની સરહદ અફઘાનિસ્તાથી જોડાયેલી છે. પાકિસ્તાને પોતાના દેશમાં ચાલતા મતદાનને લીધે અફઘાનિસ્તાન અને ઈરાનની સરહદોને સીલ મારી દીધી છે.
મોબાઈલ સેવા સસ્પેન્ડ થવાથી ઘર્ષણ
આ અગાઉ બુધવારે દિવસભર ત્રણ જુદાજુદા સ્થળે બોમ્બ વિસ્ફોટ થયા હતા જેમાં 29 લોકોનાં મોત થયા હતા. અધિકારીઓએ સમગ્ર પાકિસ્તામાં મોબાઈલ ફોન સેવા બરતરફ કરી દીધી છે. મહત્ત્વનું છે કે પાકિસ્તામાં પાંચ વર્ષ માટે નવી સંસદ અને ચાર પ્રાંતીય વિધાનસભાની ચૂંટણી માટે આશરે 12 કરોડથી વધુ મતદાતા જનરલ ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે.


