આઈપીએલ 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબને 6 રનથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે. અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ સામે શાનદાર જીત મેળવીને ચાહકોના દિલ જીતી લીધા છે. ત્યારે ફાઇનલ મેચમાં પંજાબની હાર સાથે યુઝવેન્દ્ર ચહલના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાયો છે.
2016 માં RCB તરફથી રમ્યા ચહલ
વર્ષ 2016 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી પસંદગી પામેલ યુઝવેન્દ્ર ચહલ ફાઇનલમાં ટીમને સફળતા આપાવી શક્યા ન હતા. ભારતીય સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ તેમના આગવા બોલિંગ અંદાજથી વિશ્વભરમાં જાણીતા છે, પરંતુ 2016 માં બેંગલુરુ તરફથી રમતી વખતે તેમનું પ્રદર્શન ચાહકોની આશાઓ મુજબનું રહ્યું ન હતું, અને ટીમ ફાઇનલ માંથી બહાર થઈ ગઈ હતી.
2022માં રાજસ્થાન તરફથી પણ અસફળ
વર્ષ 2022માં યુઝવેન્દ્ર ચહલ રાજસ્થાન તરફથી રમ્યા હતા. જોકે શરૂઆતથી ટીમનું પ્રદર્શન ખુબજ સારું રહ્યું હતું. ક્રિકેટ રસિકોને લાગતું હતું, કે રાજસ્થાન 2022 ની આઈપીએલમાં ચોક્કસથી બાજી મારી જશે. જે મુજબ પ્રથમ મેચથી રાજસ્થાનના ખેલાડીઓ અન્ય ટીમ પર હાવી રહ્યા હતા એ જોતાં રાજસ્થાની ટ્રોફી જીતવાના ચાંસ વધારે લાગી રહ્યા હતા. ત્યારે ફરી એકવાર ફાઇનલ મેચમાં યુઝવેન્દ્ર ચહલનું ધાર્યા મુજબનું યોગદાન ના રહ્યું, અને ટીમ ફાઇનલ માંથી બહાર ફેંકાઇ ગઈ.
2025માં પંજાબ તરફથી પણ હાર
આ વર્ષે સતત ત્રીજી વાર યુઝવેન્દ્ર ચહલ અલગ અલગ ટીમો સાથે રમીને છેક ફાઇનલ સુધી પહોંચનાર ખેલાડી બની ગયા છે, પરંતુ આ વર્ષે પણ નસીબે યુઝવેન્દ્ર ચહલનો સાથ નાજ આપ્યો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે યુઝવેન્દ્ર ચહલને પંજાબ તરફથી રમવાનો અવસર મળ્યો અને અંતમાં એજ થયું જે વર્ષોથી થતું આવ્યું છે. ફરી એક્વાર યુઝવેન્દ્ર ચહલની ટીમ ફાઇનલમાં હારી ગઈ, અને આમ અલગ અલગ ફ્રેન્ચાઇજીઓ સાથે 3 વાર ફાઇનલમાં પહોંચીને હારવાનો શરમજનક રેકોર્ડ યુઝવેન્દ્ર ચહલના નામે નોંધાઈ ગયો.