- બોટમાં 30 વિદ્યાર્થીઓ સવાર હતા
- 3 શિક્ષકો પણ તેમની સાથે હતા
- શાળાના 82 બાળકો પ્રવાસે આવ્યા હતા
વડોદરાના હરણી તળાવમાં બોટ ડૂબી જવાના કારણે અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. જ્યારે બોટમાં 25 થી વધુ લોકો હોવાની વાત કરવામાં આવી રહી છે. જેની સાથે જ શાળા તરફથી 27 લોકોના નામની યાદી આપવામાં આવ્યા છે. આ વચ્ચે તળાવમાંથી બચીને બહાર આવેલા બાળકે સ્થિતિ વર્ણવી હતી.
આ ઘટનાની આપવીતી જણાવતા બાળકે પોતે કેવી રીતે ડૂબી ગયેલી બોટમાંથી બહાર આવ્યો તેની માહિતી આપી હતી. આ બાળકે કહ્યું કે, બોટમાં 30 વિદ્યાર્થીઓ સવાર હતા. આ ઉપરાંત 3 શિક્ષકો પણ તેમની સાથે હતા. બોટ પલટી ત્યારબાદ બચાવ ટીમ દ્વારા એક પાઈપ આપવામાં આવ્યો અને તે બાળલે પાઈપ પકડીને બચી ગયો હતો.
જ્યાં બોટમાં 25 થી વધારે વિદ્યાર્થી અને શિક્ષકો સવાર હતા. અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે. આ અંગેની વાત કરતાં બાળકે જણાવ્યું કે, અમને લાઇફ જેકેટ પહેરાવવામાં આવ્યું ન હતું.
શાળાની શિક્ષકાએ આપી માહિતી
વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો તળાવની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મરાવવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક બોટ પલટી ગઇ હતી. જેમાં આ ઘટના ઘટી ત્યારે ફાયરબ્રિગેડ ટીમની પહેલા જ આ સ્થાનિકે બચાવની કામગીરી શરુ કરી દીધી હતી. તેણે તુરંત જ ડૂબતા 4 બાળકો અને 1 શિક્ષકને બચાવી લીધા હતા.
આ તરફ ન્યૂ સનરાઈઝ શાળાના શિક્ષિકાએ કહ્યું કે, બોટમાં 30 જેટલા લોકો સવાર હતા. આ ઉપરાંત 82 જેટલા બાળકો હરણી તળાવની મુલાકાતે ગયા હોવાનો દાવો શિક્ષિકાએ કર્યો છે. અંગ્રેજી માધ્યમના બાળકો દુર્ઘટનાનો ભોગ બન્યા છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે વડોદરામાં જીવલેણ દુર્ઘટના ઘટી હોય તેવી માહિતી સામે આવી છે.


