- ભારતના પ્રસ્તાવ બાદ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ જાહેર કરાયું છે
- ગીતનું ટાઇટલ એબંડેસ ઇન મિલેટ્સ
- આ ગીતને ફાલ્ગુની શાહ અને તેના પતિ ગૌરવ શાહે ગાયું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય અમેરિકન ગાયક ફાલ્ગુની સાથે મળીને બાજરાના લાભો પર એક ગીત લખ્યું હતું. આ ગીતને હવે સંગીત ક્ષેત્રમાં સર્વશ્રોષ્ઠ પુરસ્કાર ગ્રેમી માટે નોમિનેશન મળ્યું છે. ગીતનું ટાઇટલ એબંડેસ ઇન મિલેટ્સ છે. આ ગીતને ફાલ્ગુની શાહ અને તેના પતિ ગૌરવ શાહે ગાયું છે. આ ઉપરાંત શેડો ફોર્સેસ માટે અરુઝ આફતાબ, વિજય અય્યર અને શાહઝાદ ઇસ્માઇલી, અલોન માટે બર્ના બોય, ડીલ માટે ડેવિડો, મિલાગ્રો વાઇ ડિસાસ્ટ્રે માટે સિલ્વાના એસ્ટ્રાડા, બેલા ફ્લેક, એડગર મેયર અને ઝાકીર હુસૈન, પશ્ત માટે રાકેશ ચૌરસિયા, ટોડો કોલોરસ માટે ઇબ્રાહીમ માલૌફ, સીમાફંડ અને ટેન્કને પણ નોમિનેશન મળ્યું છે. ભારતના પ્રસ્તાવ બાદ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ જાહેર કરાયું છે. પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનના સભ્યો તથા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા સમર્થન અપાયું છે.
વર્ષની શરૂઆતમાં આ સોંગની જાહેરાત કરાઈ હતી
આ વર્ષની શરૂઆતમાં આ સોંગના રિલીઝ પહેલાં ફાલ્ગુનીએ જણાવ્યું હતું કે વડાપ્રધાને મારી અને મારા પતિ ગૌરવ શાહની સાથે એક સોંગ લખ્યું છે. પીએમ મોદીની વિશેષતા ધરાવતાં આ એબંડેસ ઇન મિલેટ્સ ટ્રેક જૂનમાં ઇન્ટરનેશનલ ઇયર ઓફ મિલેટ્સની ઉજવણીમાં બહાર પાડવામાં આવ્યો હતો. ફાલ્ગુની શાહની વેબસાઇટ પરના એક નિવેદન અનુસાર વિશ્વની ભૂખને ઘટાડવા તરફની એક વધારે સંભવિત ચાવીના રૂપમાં સુપર અનાજ અંગે જાગરૂકતા વધારવા માટે બાજરામાં પ્રચૂરતા બનાવાઈ હતી. નોંધનીય છે કે ફાલ્ગુની શાહ એટલે કે ફાલ્ગુનીએ કલરફુલ વર્લ્ડ માટે 2022માં ગ્રેમી એવોર્ડ જીતી ચૂક્યા છે.