27-7-2024 હેડ એન્ડ નેક કેન્સર ડે નિમિત્તે કૅન્સર ક્લબ અને રાજકોટ ડિસ્ટ્રીક કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન અને સમાજ કલ્યાણ ખાતાના વડા સંતોષ રાઠોડ સાથે સંયુક્ત રીતે એક કેન્સર અવેરનેસનો પ્રોગ્રામ યોજાયો હતો.
સરકારી વિવિધ કચેરીઓની અંદર કર્મચારીઓમાં તમાકુના અવેરનેસ અને તમાકુથી થતા ગળાના અને અન્ય પ્રકારના કેન્સર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ હેઠળ તમાકુ ,માવા, પાન, ફાકી સિગારેટ વાળા વ્યસની ઓ ને કેન્સર ક્લબ તરફથી તલની ડબ્બીઓ ભેટ આપવામાં આવી હતી અને એમને સમજાવવામાં આવ્યું કે, તમાકુ ખાવાથી કેન્સર થાય છે અને તલ ખાવાથી કેલ્શિયમ મળે છે ,
ઘણા વ્યસની લોકોએ તમાકુ છોડવાનું આ પ્રસંગે વચન આપેલું વિવિધ સરકારી કર્મચારીના વડાઓએ આ કાર્યક્રમને વારંવાર થાય અને વ્યસન મુક્તિ થાય એવું વિચારતા થયાં હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેન્સર ક્લબના અલ્પના રાવલ, જ્યોતિ શાસ્ત્રી, હંસા પટેલ, રૂપલ કોટક, જલ્પા કુબાવત, જ્યોતિ જોશી, ઝરણા મુન્દ્રા અને કેન્સર ક્લબના સભ્યો મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી. આ અંગે કેન્સર ક્લબના ફાઉન્ડર અશ્વિન સોલંકી માહિતી આપી હતી.
જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ હેડ એન્ડ નેક કેન્સર ડે નિમિતે વિશેષ કાર્યક્રમ યોજાયો


