- નદી કિનારે રમતા રમતા પગ લપસતા નદીમાં ડૂબ્યો
- ટ્યુશન ક્લાસમાંથી લઈ ગયા હતા વન ભોજન માટે
- ધો.7માં ભણતા વિદ્યાર્થીનું નદીમાં ડૂબી જતા મોત
વલસાડના ધરમપુરમાં નદીમાં ડૂબી જતા વિદ્યાર્થીનું મોત થયુ છે. જેમાં નદી કિનારે રમતા રમતા પગ લપસતા વિદ્યાર્થી નદીમાં ડૂબ્યો હતો. ટ્યુશન ક્લાસમાંથી વન ભોજન માટે લઈ ગયા હતા. ધો.7માં ભણતા વિદ્યાર્થીનું નદીમાં ડૂબી જતા મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે.
શિક્ષિકા અને વિદ્યાર્થીઓ વન ભોજન માટે ગયા હતા
શિક્ષિકા અને વિદ્યાર્થીઓ વન ભોજન માટે ગયા હતા. જેમાં આંબા તલાટ ગામે તાન નદીમાં ડૂબતા વિદ્યાર્થીનું મોત થયુ છે. વલસાડમાં ટ્યુશનમાંથી વન ભોજન માટે ગયેલા વિદ્યાર્થિનું ડૂબી જતા મોત થયુ છે. સાતમાં ધોરણમાં ભણતો મૃતક અક્ષિત અટારા ટ્યુશન ક્લાસમાં ગયો હતો. ટ્યુશન ક્લાસમાંથી શિક્ષિકા અને અન્ય બાળકો સાથે વન ભોજન માટે ગયો હતો. ત્યારે નદી કિનારે રમતા રમતા પગ લપસતા તાન નદીમાં પડ્યો હતો. જેમાં નદીમાં ડૂબી જતાં મોત નિપજ્યું છે.
મૃતક ધરમપુર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ રમેશ અટારાનો પૌત્ર
મૃતક ધરમપુર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ રમેશ અટારાનો પૌત્ર છે. તેમજ ધરમપુર પોલીસે તપાસ હાથ ધરી છે. અગાઉ વલસાડની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના છ વિદ્યાર્થીઓ અતુલની પાર નદીમાં ન્હાવા પડ્યા હતા. જેમાં છ વિદ્યાર્થીઓ નદીમાં ડૂબ્યા હતા. નદીમાં ન્હાતી વખતે છ વિદ્યાર્થીઓ નદીના ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતાં. આસપાસના સ્થાનિકોને જાણ થતા ચાર વિદ્યાર્થીઓને તો બચાવી લેવામાં આવ્યા હતા, જોકે બે વિદ્યાર્થીઓના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતુ.
મજા માણતી વખતે ઓચિંતા નદીમાં પડતા તમામ ડૂબ્યા
કોલેજના વિદ્યાર્થીઓ નદી પર બનાવેલ બોરી બંધ પર બેસીને મજા માણી રહ્યા હતાં. મજા માણતી વખતે ઓચિંતા નદીમાં પડતા તમામ ડૂબ્યા હતા. સદનસીબે ચાર વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા હતાં. જ્યારે બે વિદ્યાર્થીને બચાવી શકાયા ન હતાં. પાણીમાં ડૂબી જતા બે વિદ્યાર્થીઓના મોત થયા હતા.


