- સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર કેબિનમાં ઘુસી
- કાર કેબિનમાં ઘુસતા કેબિન માલિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
- કારમાં સવાર 3 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ
વડોદરાના વાઘોડિયા રોડ પર કરીમ પૂરા ગામ પાસે મોટી ઘટના બની હતી,જેમાં કાર ચાલક વિધાર્થીએ પૂર ઝડપે કાર હંકારતા કાર ગલ્લાની કેબિનમાં ધડાકાભેર ઘુસી હતી,કેબિનની અંદર બેઠેલો વ્યકિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયો હતો.તો બીજી તરફ કાર ચાલક અને અન્ય 3 વિધાર્થીઓનો ચત્મકારીક બચાવ થયો હતો.વાઘોડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે.વિધાર્થીઓએ કોઈ નશો કર્યો હતો કે નહી તેને લઈને પણ તપાસ ચાલુ છે.
કેબિનને થયું મોટુ નુકસાન
વડોદારના વાઘોડિયા રોડ પર આવેલી કોલેજના વિધાર્થીઓ કાર લઈને નિકળી રહ્યાં હતાં,કાર એટલી ફુલ સ્પીડ પર હતી કે વિધાર્થીએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર ધડાકભેર કેબિનમાં ઘુસી ગઈ હતી,તો કેબિનમાં બેઠેલો વ્યકિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને કેબિનનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો.તો કારમાં સવાર ત્રણ વિધાર્થીઓને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી તો તેમને પણ સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે.સ્થાનિકો દ્વારા કાર ચાલકને પકડી પોલીસને સોપ્યો હતો,મહત્વની વાત એ છે કે કેબિનમાં જે વ્યકિત બેઠો હતો તેને વધુ સારવાર હેઠળ વડોદરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.તો સારવાર બાદ પોલીસ તેનું પણ નિવેદન લઈ ગુનો નોંધશે.
પોલીસે હાથધરી તપાસ
સમગ્ર ઘટનાને લઈ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે.જે વિધાર્થી કાર ચલાવતો હતો તેની અટકાયત કરીને પૂછપરછ હાથધરી છે,મહત્વની વાત તો એ છે કે વિધાર્થી પાસે લાયસન્સ હશે કે નહી,તેને લઈ હજી કોઈ ખુલાસો થયો નથી,હાલ તો કાર ચાલકનું નિવેદન લઈ તેના માતા-પિતાનો પોલીસે સંપર્ક કર્યો છે,કાર કોની છે તેને લઈને પણ વધુ તપાસ હાથધરવામાં આવી છે,તો અગામી સમયમાં પોલીસ કાર ચાલક વિધાર્થી સામે હળવી કલમો લગાવે છે કે ભારે કલમો તેને લઈ ચર્ચાએ જોર પકડયું છે.

માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
ઘણી વાર માતા-પિતા તેમના બાળકોને છાવરતા હોય છે અને તેનુ પરિણામ કોઈ અન્યને ભોગવવાનો વારો આવતો હોય છે.માતા પિતાએ તેમના બાળકોને લાયસન્સ ના હોય તો વાહન આપવું જ ના જોઈએ,અને જો લાયસન્સ હોય અને વાહન આપતા હોય તો ઝડપી સ્પિડે વાહન ચલાવવું નહી તેને લઈ ટોકવા પણ જોઈએ,જો તમે તમારા બાળકોનો કઈ કહેશો નહી તો તમારે પણ કયારેક જેલના સળિયા ગણવાનો દિવસ આવી શકે છે.


