રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ છે.જેમાં શહેરમાં વિવિધ જગ્યાએ ગેરકાયદે લગાડેલા હોર્ડિંગ્ઝ દૂર કરવામાં આવી રહ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા પાંચ દિવસથી રાજમાર્ગો પર ગેરકાયદે હોર્ડિગ્ઝના ખડકલા થઇ ગયા છે તેને દૂર કરવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મનપા તંત્રએ શહેરના વિવિધ માર્ગો ખાતેથી પરમિશન વગર ગેર કાયદેસર બોર્ડ-બેનર લગાડેલા હોય જેની સામે પેનલ્ટી રૂ.૫૨,૦૦૦/- વસુલ કરવામાં આવી છે. તમામ બોર્ડ-બેનર જપ્ત કર્યા છે.
આગામી સમયમાં પણ શહેરના વિવિધ માર્ગો પર પરમિશન વગર અને ગેર કાયદેસર લગાવેલ બોર્ડ – બેનરો જપ્ત કરવાની અને પેનલ્ટી કરવાની કામગીરી ચાલુ રહેશે તેમ તંત્રએ તાકિદ કરી છે.