- ભારે વરસાદને લીધે ખાણમાં કામ કરતા મજૂરો દટાઈને મોતને ભેટયા
- તંઝાનિયામાં ઘણીબધી સોનાની ખાણો આવેલી છે
- સરકારના નિયમો અને આદેશને અવગણીને ખનન ચાલી રહ્યું હતું
તંઝાનિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભારે વરસાદને લીધે એક ખાણ ધસી પડી હતી જેમાં 22 લોકોનાં મોત થઈ ગયા છે. સરકારી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આશરે 24થી 38 વર્ષીય ઉંમરના લોકોની એક ટુકડી ખાણમાં ખોદકામ કરી રહ્યા હતા, જ્યાં ભારે વરસાદને લીધે કામ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે એસપીએ જણાવ્યું કે શરૂઆતમાં જાણવા મળ્યા પ્રાણે ખાણમાં 10થી 20 લોકો ફસાયા હતા, પરંતુ દુર્ભાગ્યથી 22 મૃતદેહ કાઢવામાં આવ્યા છે.રૅસ્કયૂ ઑપરેશન હજી પણ યથાવત્ છે. જો કે કાટમાળમાં દટાયેલા મૃતદેહોને કાઢી લેવામાં આવ્યા છે. આ દુર્ઘટના સિમિયુ ક્ષેત્રમાં થયો હતો.
ખાણમાં કામ કરી રહેલા મજૂરોએ બેથી ત્રણ અઠવાડિયા અગાઉ ખનીજથી સમૃદ્ધ ક્ષેત્રની શોધ કરી હતી. સરકારે ભૌતિક અને પર્યાવરણ સુરક્ષા પ્રક્રિયાઓને પણ મંજૂરી આપે તે પહેલા ખાણકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ વાતની જાણ થતા જે તે વિસ્તારના ખાણ વિભાગના અધિકારીએ મુલાકાત લીધી હતી અને મજૂરોને ખાણમાં કામ કરવા આદેશ આપ્યા હતા. કારણ કે હજી જરૂરી કાયદેસરની પ્રક્રિયા બાકી હતી.


