- સાઉદી અરબમાં મળેલી ગુફા અનેક વિશેષતા ધરાવે છે
- ગુફામાં સંશોધન બાદ સામાન્ય જનતા માટે ખોલી દેવાશે
- સંશોધન, પ્રોજેક્ટ માટે આ ગુફાનું ખૂબ મહત્ત્વ છે
સાઉદી અરબમાં એક લાંબી ગુફા મળી આવી છે જેની શોધ કરનાર પણ આશ્વર્યચકિત થયા છે. સાઉદી અબમાં આ મળેલી ગુફા આશરે પાંચ કિલોમીટર લાંબી હોવાનું કહેવામાં આવ્યું છે. સાઉદી અરબ માટે આ શોધ ભૂવૈજ્ઞાનિક ખજાનાથી કોઈ ઓછી નથી. ગુફાની શોધ સાઉદી અરબના ધાર્મિક શહેર મદીનાના ખૈબર વિસ્તારમાં થઈ છે. ગુફાને લઈ હવે આગળનું સંશોધન શરૂ કરી દેવામાં આવ્યું છે.
સાઉદી અરબ જિયોલોજિકલ સર્વેના સત્તાવાર પ્રવક્તા તારીક અબા ખૈલે જણાવ્યું કે એક વિશેષ ભૂવૈજ્ઞાનિક ટીમે આ શોધ કરી છે. ગુફાની લંબાઈ પાંચ કિલોમીટર માપવામાં આવી છે. પ્રવક્તાએ આગળ જણાવ્યું કે અબૂ અલ વૂલ નામ આ ગુફાને અપાયું છે. હાલ તો આ ગુફાને લઈ સંશોધન કરવામાં આવી રહ્યું છે. જે બાદ આ ગુફા સામાન્ય પર્યટકો માટે ખોલી દેવામાં આવશે.
સાઉદી અરબમાં મળેલી આ ગુફાની વિશેષ વાત માત્ર એની લંબાઈ જ નહીં પરંતુ અન્ય ચીજો પણ પણ છે. ગુફાની ઉપરની સપાટી ઘણી પ્રાચીન છે. એવું મનાઈ રહ્યું છે કે આ અસાધારણ ભૂવૈજ્ઞાનિક શોધ સાઉદી અરબની જિયોપાર્ક પ્રોજેક્ટ માટે એક મહત્ત્વપૂર્ણ સંપત્તિ બની શકે છે. વર્તમાનમાં આ પ્રોજેક્ટની આગેવાની ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણનું ભૂ-પર્યટન વિભાગ કરી રહ્યું છે.
સાઉદી અરબમાં મળેલી આ સૌથી લાંબી ગુફાએ માત્ર પર્યટકો જ નહીં પરંતુ ભૂવૈજ્ઞાનિકો માટે પણ વિશેષ સંશોધનનો વિષય છે. આ ઉપરાંત શિક્ષણવિદો માટે પણ એક મૂલ્યવાન સંશોધન છે. જેનાથી વૈજ્ઞાનિક શોધ અને જ્ઞાનની નવી તકો પેદા થશે. સાઉદી અરબના ખૈબર વિસ્તારમાં આ અગાઉ પણ ઘણી ગુફાની શોધ કરવામાં આવી છે. પરંતુ આની લંબાઈ સૌથી વધુ છે. આ ગુફાની શોધ એકદમ વિશેષ માનવામાં આવી રહી છે.


