- નવેમ્બરમાં 689 ઢોર CNCD વિભાગે પકડ્યાઃ AMC
- ચાલુ વર્ષે કુલ 12, 307 ઢોર પકડ્યાઃ AMC
- 457 જેટલા ઢોર માલિક સામે ફરિયાદ:AMC
છેલ્લા થોડા સમયથી ગુજરાત હાઇકોર્ટ દ્વારા વિવિધ મુદ્દા પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીકા કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે આજે હાઈકોર્ટમાં મનપા દ્વારા એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. મનપા દ્વારા બિસ્માર રસ્તા, રખડતા ઢોર તેમજ પાર્કિંગની સમસ્યા મામલે 2 મહિના દરમ્યાન કરેલી કામગીરીનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો હતો.
છેલ્લા 2 મહિના દરમિયાન કરેલી કામગીરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા છેલ્લા 2 મહિનામાં 4671 રખડતા પશુ પકડવામાં આવ્યા હતા. 34 લાખથી વધુની પેનલ્ટી એટલે કે દંડ વસૂલ કરાયો હતો. 198 એફઆઈઆર, 3892 પશુનાં RFID ટેગિંગની કામગીરી કરાઈ હતી.
અમદાવાદ મનપાનો એક્શન ટેકન રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો હતો. બિસ્માર રસ્તા, પશુ, પાર્કિંગ સમસ્યા મામલે AMC દ્વારા રિપોર્ટ રજૂ કરાયો હતો. તેમજ કોર્પોરેશન દ્વારા 7 ઝોન, રોડ પ્રોજેક્ટ બ્રિજ માટે 29,390 થી વધુ મેટ્રીક ટન હોટમિક્સનો ઉપયોગ કર્યો હતો. માઈક્રોસરફેસિંગની કામગીરીમાં 1096 મેટ્રીક ટનથી વધુની કામગીરી કરાઈ છે. 7 ઝોનમાં 3340 લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા છે.
કોર્પોરેશન દ્વારા 11314 જેટલા ગેરકાયદેસર બોર્ડ અને હોર્ડિગ્સ ઉતારવામાં આવ્યા હતા. તેમજ જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર પાર્ક થયેલા 794 વાહનો ટોઈંગ કરાયા હતા. અન્ય નાના-મોટા 18686 દબાણ દૂર કરવામાં આવ્યા હતા. તેમજ એએમસી નાં રિઝર્વેશનમાં આવેલા 1241 દબાણો દૂર કરાયા હતા. કોર્પોરેશન દ્વારા વહીવટી ખર્ચ પેટે 64 લાખ 75 હજારથી વધુની રકમનો દંડ કરાયો હતો. જોઈન્ટ એન્ફોર્સમેન્ટની ટીમે 5818 કેસ દાખલ કર્યો છે. કોર્પોરેશન દ્વારા વહીવટી ચાર્જ પેટે 55 લાખથી વધુનો દંડ વસૂલ કરાયો હતો. તેમજ ગેરકાયદેસર બાંધકામવાળું 2300 સ્કવેર ફૂટથી વધુનું દબાણ દૂર કરાયું હતું.


