- ધો.10માં 9,16,480, ધો.12 સાયન્સમાં 1,31,179 વિદ્યાર્થી નોંધાયા
- ધો.12 સા. પ્ર.માં 4.84 લાખ વિદ્યાર્થી, ગત વર્ષ કરતા 81 હજાર જેટલા ઘટયા
- સામાન્ય પ્રવાહમાં ગત વર્ષની સરખામણીએ 81 હજાર જેટલા વિદ્યાર્થી ઘટી ગયાં છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ-2024માં યોજાનાર ધોરણ.10, ધોરણ.12 સામાન્ય પ્રવાહ અને ધોરણ.12 સાયન્સની બોર્ડની પરીક્ષા માટે રાજ્યમાથી 15.31 લાખ જેટલા ફોર્મ ભરાયાં છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે 1.17 લાખ જેટલા વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે. ધોરણ.10માં 9,16,480 જ્યારે ધો.12 સાયન્સમાં 1,31,179 વિદ્યાર્થી નોંધાયા છે. ધોરણ.12 સામાન્ય પ્રવાહમાં અત્યાર સુધીમાં કુલ 4.84 લાખ જેટલા ફોર્મ ભરાયાં છે. સામાન્ય પ્રવાહમાં ગત વર્ષની સરખામણીએ 81 હજાર જેટલા વિદ્યાર્થી ઘટી ગયાં છે.
ધોરણ.10ની પરીક્ષાના ફોર્મ ભરવાની મૂદત તા.2 જાન્યુઆરીના રોજ પૂર્ણ થઈ છે, આ દરમિયાન રાજ્યમાથી કુલ 9,16,480 ફોર્મ ભરાયાં છે. ગત વર્ષે ધોરણ.10ની પરીક્ષામાં કુલ 9,56,753 વિદ્યાર્થી નોંધાયા હતા. આમ ગત વર્ષની સરખામણીએ ધોરણ.10માં આ વખતે 40 હજાર જેટલા વિદ્યાર્થી ઘટી ગયાં છે. ધોરણ.12 સાયન્સની પરીક્ષા માટે કુલ 1,31,179 વિદ્યાર્થી નોધાયા છે. સાયન્સમાં ગત વર્ષે 1,26,777 વિદ્યાર્થી નોંધાયા હતા.


