- જેમાં 2,38,978 શિક્ષિત બેરોજગાર નોંધાયા
- જ્યારે 10,757 અર્ધ શિક્ષિત બેરોજગાર નોધાયા
- પૈકી 2 વર્ષમાં માત્ર 32 લોકોને જ સરકારી નોકરી મળી
રાજ્યમાં સરકારી ચોપડે નોંધાયેલા બેરોજગારોની માહિતી વિધાનસભા ગૃહમાં રજુ કરવામાં આવી છે. જેમાં સરકારી ચોપડે 2,38,978 શિક્ષિત બેરોજગાર નોંધાયા છે. આજે વિધાનસભામાં શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી બળવંતસિંહ રાજપૂતનો જવાબ આપતા માહિતી આપી છે.
આ અંગે કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારના પ્રશ્ન પર ગૃહમાં સરકાર દ્વારા જવાબ રજુ કરવામાં આવ્યો છે. જેમાં બળવંત સિંહ જણાવ્યુંકે, દેશમાં અને રાજ્યમાં બેરોજગારીનો દર ઘટ્યો છે. કેન્દ્રનો બેરોજગારી દર 4.3 ટકાથી 3.7 ટકા થયો જ્યારે ગુજરાતનો બેરોજગારી દર 2.2 ટકાથી ઘટી 1.7 થયો છે.
જેના સાથે જ રાજ્ય સરકારના મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 2,38,978 શિક્ષિત બેરોજગાર નોંધાયા છે. જ્યારે 10,757 અર્ધ શિક્ષિત બેરોજગાર નોંધાયા છે. જેના સાથે જ સરકારે રાજ્યમાં સરકારી ચોપડે બેરોજગારી દર ઘટ્યો હોવાની વિગતો આપી છે.
દેશમાં બેરોજગારીના આંકડા
દેશમાં બેરોજગારીનો દર ઘટ્યો છે. ઓક્ટોબર-ડિસેમ્બર, 2023 દરમિયાન ભારતના શહેરી વિસ્તારોમાં 15 વર્ષ અને તેથી વધુ વયના લોકોમાં બેરોજગારીનો દર ઘટીને 6.5 ટકા થયો હતો. ગયા વર્ષે આ સમયગાળામાં બેરોજગારીનો દર 7.2 ટકા હતો.


