- ગત રાત્રે ટ્રેક્ટર અને ઈકો વાન વચ્ચે અકસ્માત થયો
- બીમાર બહેનને જોઈએ પરત ફરતી વખતે અકસ્માત
- લટીયા પુરા ગામના પાટીયા પાસે સર્જ્યો અકસ્માત
વડોદરાના ડેસર નજીક અકસ્માતમાં 2ના મોત થયા છે. જેમાં ગત રાત્રે ટ્રેક્ટર અને ઈકો વાન વચ્ચે અકસ્માત થયો હતો. તેમાં અકસ્માતમાં ઈક્કો વાનમાં સવાર માતા, પુત્રીનું મોત થયુ છે. બીમાર બહેનને જોઈએ પરત ફરતી વખતે અકસ્માત થયો હતો. તેમાં લટીયા પુરા ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાતા કમકમાટી ભરી ચીસો સંભળાઇ હતી તે સ્થાનિકોએ જણાવ્યું છે.
મૃતકો આંકલાવના વતની હોવાનું સામે આવ્યું
મૃતકો આંકલાવના વતની હોવાનું સામે આવ્યું છે. ડેસરના સાઢાસાલ ધનતેજ વચ્ચે લટીયા પુરા ગામના પાટીયા પાસે ગત રાત્રી દરમિયાન ટ્રેક્ટર અને મારુતિ ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટરે મારૂતિ ઇકોને અડફેટે લીધી હતી. ઇકોમાં સવાર માતાનું સારવાર દરમિયાન અને પુત્રીનુ ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. પોતાની બહેન બીમાર હોવાથી બેઢીયા ગામે ખબર કાઢીને પરિવાર પરત ફરી રહ્યું હતું.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી
મોતને ભેટનાર માતા ભાવિકાબેન વિપુલ સિંહ પરમાર અને પુત્રી દિવ્યાસીબેન વિપુલ સિંહ પરમાર બંને રહેવાસી ભેટાસી તાલુકો આંકલાવના વતની હતા. પરિવારના અન્ય સભ્યોને સાવલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. તેમજ ડેસર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.


