નવા ટ્રેકનું પરિક્ષણ : રાજકોટથી કાનાલુસ સુધી ડબલિંગ ટ્રેકનું કાર્ય પૂર્ણાતાના આરે
રાજકોટથી કાનાલુસ વચ્ચે અંદાજીત રૂ.૧૧૬૮ કરોડના ખર્ચે ૧૧૧.૨૦ કીલોમીટરના અંતરમાં ડબલિંયગ ટ્રેકની કામગીરી શરૂ થઈ હતી. જે કામ હવે પુરુ થવા પર હોય જેથી રેલવે તંત્ર દ્વારા આજે રાજકોટ પડધરી વચ્ચે 24 કિલોમીટર ના બીજા રેલ પાટા નાખી દેવામાં આવતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજે ટ્રાયલ લેવામાં આવી હતી તેમ રેલ્વેના સુત્રોએ જણાવ્યું હતું.
રેલવે તંત્ર દ્વારા રાજકોટ થી કાનાલુસ સુધી રેલવે ની બીજી લાઈન નાંખવાનું કામ યુધ્ધના ધોરણે ચાલી રહ્યું છે જેમાં રાજકોટ થી પડધરી વચ્ચે 24 કિલોમીટરની બીજી રેલ લાઈન નંખાઈ જતા રેલ્વે દ્વારા બ્લોક લેવામાં આવ્યો હતો અને આ કામ પુર્ણ થઈ જતા રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજે રાજકોટ થી પડધરી વચ્ચે ટ્રાયલ લેવામાં આવી હતી આમ હવે અમદાવાદથી પડધરી સુધી રેલવે ની બીજી લાઈનનુ કામ પૂર્ણ થઈ ગયુ છે.
પડધરી વચ્ચે આજે ટ્રાયલ ટ્રેન દોડાવવામાં આવશે. ખન ડબલ ટ્રેકના કારણે જામનગર સુધીની ટ્રેનમાં વધારો થશે. તે ઉપરાંત ટ્રેક કેપેસિટીમાં પણ વધારો થશે અને ટ્રેનની સ્પીડ વધવાથી મુસાફરોના સમયની બચત થશે. ડબલ ટ્રેક શરૂ થયા બાદ ક્રોસિંગમાં ઉભી રહેતી ટ્રેનનેપણરાહતરહેશે.રાજકોટ-કાનાલુસ ડબલ ટ્રેક બાદ હવે કાનાલુસ-ઓખા વચ્ચે પણ ડબલ ટ્રેક બનાવવા માટે સર્વે ચાલી રહ્યો છે. જેથી સૌરાષ્ટ્રમાં ટ્રેનની કનેક્ટિવીટી સાથે મુસાફરોને પણ અનેક ફાયદાઓ થશે.


