- હમાસ-ઇઝરાયેલ વચ્ચે ઘમાસાણ યુદ્ધ યથાવત
- યુદ્ધ માટે અમેરિકા સંપૂર્ણપણે જવાબદારઃ હિઝબુલ્લાહ
- હિઝબુલ્લાના ચીફે ઈઝરાયેલ-અમેરિકાને આપી હતી ધમકી
અમેરિકાએ ઈરાન અને હિઝબુલ્લાને ચેતવણી આપી છે કે જો તેઓ ઈઝરાયેલ પર હુમલો કરશે તો તે ઈઝરાયેલ સામે જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા હિઝબુલ્લાના ચીફ હસન નસરુલ્લાહે ઈઝરાયેલ અને અમેરિકાને ધમકી આપી હતી કે, ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠન અમેરિકન યુદ્ધ જહાજોથી ડરતું નથી.
ઇઝરાયેલ-હમાસ યુદ્ધને એક મહિનો પૂરો
ઇઝરાયેલ-હમાસ યુદ્ધને એક મહિનો પૂરો થઇ જશે પરંતુ યુદ્ધનો કઇ અંત દેખાતો નથી. તેવામાં ગાઝા પટ્ટીમાં હમાસ વિરૂદ્ધ ઈઝરાયેલી સૈનિકો દ્વારા સતત સૈન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, હમાસ વિરુદ્ધ આ યુદ્ધ અત્યારે અટકવાનું નથી. બીજી તરફ ઈરાન, ઈરાક, જોર્ડન સહિત અનેક ખાડી દેશો યુદ્ધવિરામની અપીલ કરી રહ્યા છે. આ યુદ્ધમાં ઈરાન હમાસના સમર્થનમાં ઉભું છે. તો આ બાજું અમેરિકાએ હવે ઈરાનને ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે તે આ યુદ્ધમાં હસ્તક્ષેપ ન કરે, નહીં તો અમેરિકા સૈન્ય કાર્યવાહી કરવામાં જરાય ડરશે નહીં.
અમેરિકા પીઠ પાછળ ઇઝરાયેલ સાથે યુદ્ધ લડી રહ્યું છેઃ હિઝબુલ્લાહ
નસરાલ્લાહે એક ટેલિવિઝન પ્રસારણમાં જણાવ્યું હતું કે, “ગાઝા અને તેના લોકો પર ચાલી રહેલા યુદ્ધ માટે અમેરિકા સંપૂર્ણપણે જવાબદાર છે. નસરાલ્લાહના મતે, અમેરિકા પડદા પાછળ ઈઝરાયેલ સાથે યુદ્ધ લડી રહ્યું છે. દરમિયાન, રશિયન ભાડૂતી સૈનિકો કે. વેગનરનું જૂથ હિઝબુલ્લાહને ટેકો આપવાનો ઈરાદો ધરાવે છે. એર-ડિફેન્સ સિસ્ટમ્સ, જેણે ઘણા દેશોમાં ચિંતા ઊભી કરી છે.
આ સમયે કોઈ યુદ્ધવિરામ થશે નહીં: એન્ટની બ્લિંકન
ઇઝરાયેલના સૈન્ય વડા હરઝી હલેવીએ જણાવ્યું હતું કે, તેમની સેના કોઈપણ સમયે જવાબી કાર્યવાહી કરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે, રવિવારે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ઘણા ખાડી દેશોની મુલાકાત લીધી હતી અને ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે ગાઝા પટ્ટીમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોના મોત પર ચિંતા વ્યક્ત કરી પરંતુ કહ્યું કે અત્યારે યુદ્ધવિરામ થવાનો નથી.


