- ટ્રકચાલક અને ક્લીનરનો આબાદ બચાવ
- ટ્રકમાં ભરેલી સોલર પેનલના સામાને ભારે નુકશાન થવા પામ્યું હતું
- ટ્રક રોડની નજીકમાં પલટી ખાઈને ખાઈમાં ખાબકી હતી
દેડિયાપાડા તાલુકાના નાની સિંગલોટી ગામ પાસે સોલર પેનલ ભરેલી ટ્રક અચાનક પલ્ટી ખાઈને બાજુમાં ખાઈમાં ખાબકતા ટ્રકનો ડ્રાઈવર અને કલિનરનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ટ્રકમાં ભરેલી સોલર પેનલના સામાને ભારે નુકશાન થવા પામ્યું હતું.
દેડિયાપાડા તાલુકાના નાની સિંગલોટી ગામ પાસે રોડ પર તા.9 મેના રોજ સાંજના સમયે એક ટ્રક સોલર પેનલ ભરીને દેડિયાપાડા તરફ્થી દેડિયાપાડાના પૂર્વ પટ્ટી અંતરીયાળ ડુંગર વિસ્તારમાં જઈ રહી હતી. તે સમયે ટ્રકના ડ્રાઈવર પૂર ઝડપે અને ગફ્લતભરી રીતે હંકારી લાવી ટ્રકના ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં ટ્રક રોડની નજીકમાં પલટી ખાઈને ખાઈમાં ખાબકી હતી. ટ્રકનો ડ્રાઈવર અને કલિનરનો આબાદ બચાવ થયો હતો. મોટી જાનહાનિ ટળી હતી. ટ્રકમાં ભરેલો સોલર પેનલનો સામાન વેરણછેરણ થઈ ગયો હતો.


