- ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 સિરિઝની ત્રીજી મેચ
- બેંગલુરુમાં રમાઈ રહેલી T20 મેચમાં વિરાટ ફરી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન
- વિરાટ કોહલી ફરી 2 ઓવર માટે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો
વિરાટ કોહલીએ 2021માં T20ની કેપ્ટનશીપ છોડી દીધી હતી. તે પછી, 2022 ની શરૂઆતમાં, તેણે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ ગુમાવી દીધી હતી. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલી T20 સીરીઝની ત્રીજી મેચમાં અદભૂત નજારો જોવા મળ્યો હતો. જોકે, 2022થી વિરાટ કોહલી રોહિત શર્માની કેપ્ટન્સીમાં સતત રમતા જોવા મળી રહ્યા છે. પરંતુ બેંગલુરુમાં રમાઈ રહેલી આ T20 મેચમાં વિરાટે ફરીથી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી. જેના કારણે કોહલીના ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
વિરાટ કોહલી કેમ બન્યો કેપ્ટન?
તમને જણાવી દઈએ કે ભારતીય બેટિંગ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આખી 20 ઓવર બેટિંગ કરી હતી. તે 69 બોલમાં 121 રનની શાનદાર ઇનિંગ રમીને અણનમ રહ્યો હતો. આ પછી તેણે પ્રથમ બે ઓવર માટે ટીમને મેદાનમાં ઉતારી ન હતી. આ સમયે વિરાટ કોહલી ફરી બે ઓવર માટે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. વિરાટે બે ઓવરમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી.
તેણે પહેલી ઓવરમાં મુકેશ કુમારને આપ્યો અને બીજી ઓવરમાં અવેશ ખાન આવ્યો. આ પછી રોહિત શર્મા ત્રીજી ઓવરમાં મેદાન પર પાછો ફર્યો. આ પછી રોહિતે ફરીથી ટીમની કમાન સંભાળી. પરંતુ આ બે ઓવરની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થવા લાગી. ફેન્સ વિરાટના કેપ્ટનના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવા લાગ્યા છે.


