- રાજ્યના રમત ગમત વિભાગ દ્વારા કરવામાં આવે છે આયોજન
- ક્રિકેટ-ફૂટબોલની પ્રસિદ્ધિ વચ્ચે ભુલાઈ રહી છે દેશની પોતાની રમતો
- ગ્રામીણ ઓલપમ્પિક દ્વારા 38 વર્ષથી વારસો જાળવવાનો પ્રયાસ
દેશમાં વિસરાઈ રહેલ દેશની અસલ કબડ્ડીનો વારસો જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉમરપાડાના વાડી ગામે દર વર્ષે નવા વર્ષના દિવસે ગ્રામીણ ઓલપમ્પિક યોજાય છે. રાજ્યના રમત ગમત વિભાગ અને સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવે છે.
એક તરફ દેશમાં ક્રિકેટ અને ફૂટબોલ જેવી બિન ભારતીય રમતોની લોક ચાહના દેવસેદિવસે ખુબજ વધી રહી છે. ત્યારે, બીજી તરફ દેશની પોતાની કબડ્ડી, ખોખો, જેવી રમતો હવે વિસરાય રહી છે. ત્યારે આ વિસરાતી સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવા માટે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 38 વર્ષથી એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહયી છે. દર વર્ષે દિવાળી બાદ હિન્દુ નવા વર્ષ દિવસે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ઉમરપાડા ના વાડી ગામ ખાતે એક ગ્રામીણ ઓલમ્પિક રામોઉત્સ નું આયોજન કરવામાં આવે છે. જેમાં કબડ્ડી ની રમત નું આયોજન કરવામાં આવે છે. ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી મોટું સંખ્યામાં આ રમતમાં ભાગ લેવામાટે રમતવીરો આવે છે.
કબડ્ડી અને ખો ખો જેવી ભારતીય રમતો ધીરે ધીરે હવે વીસરાય રહી છેમ ત્યારે આ ભારતીય રમટોની પરંપરા જાળવી રાખવા માટે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 38 વર્ષથી આ ઉત્તમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રામતોસવમાં દેશભર માંથી 80 જેટલી કબડ્ડી ના રમતવીરોની ટીમોએ ભાગ લીધો હતો. જે પૈકી કેટલીક ટીમોમાં સ્ટેટ ચેમ્પિયન તેમજ નેશનલ ટિમ ચેમ્પિયન ખેલાડીઓ પણ રમતમાં ભાગ લેવા આવે છે. સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આ તમામ રમતવિરો માટે રહેવાની, ભોજનની તેમજ મેડિકલ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવે છે. અને વિજેતા ટીમોને પ્રોત્સાહન સ્વરૂપે રોકડ પુરષકાર તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવે છે.


