- ગિરનાર જંગલ વિસ્તારમાં વસે છે 100 દીપડાઓ
- પર્વત ઉપર ચડતા દીપડાનો વિડીયો થયો વાયરલ
- સડસડાટ ચડતા દીપડાને જોઈને લોકોમાં ડર
રાજ્યમાં ધીમે ધીમે દીપાડાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જ્યાં હવે ગિરનારની પર્વતમાળા ઉપર પણ દીપડો જોવા મળ્યો છે. જેમાં એક દીપડો ગિરનાર પર્વતનું ઊંચું ચઢાણ સડસડાટ ચડતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
અત્રે નોંધનીય છેકે, ગિરનાર જંગલ વિસ્તારમાં 100 થી વધુ દીપડાઓનો વસવાટ છે, ત્યારે છેલ્લા કેટલાયે દિવસોથી જૂનાગઢ શહેરના રહેણાંક વિસ્તારોમાં દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે, તો રવિવારે સવારે ગિરનારના 3100 પગથીયા પર બે દીપડાઓ જોવા મળ્યા હતા.
આ વચ્ચે આજે વધુ એક દીપડાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં એક દીપડો ગિરનાર પર્વતનું ઊંચું ચઢાણ સડસડાટ ચડતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેના કારણે લોકો એક તરફ ભયભીત થઈ રહ્યા છે. જ્યાં બીજી તરફ દીપડો જોવા મળતાં વન વિભાગની ટીમને પણ જાણ કરવામાં આવી છે.


