- યુવાનો ઈન્સ્ટાગ્રામ રીલ્સની ઘેલછામાં બેદરકાર
- બે યુવકો અને ત્રણ યુવતીઓ સ્ટંટ કરતા હતા
- થાર ગાડીમાં બેફામ રીતે સ્ટંટનો વીડિયો વાયરલ
ટ્રેન્ડિંગમાં રહેવાની ઘેલછા
આજકાલ સોશિયલ મિડિયાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સૌ કોઈ પોતાની સોશિયલ મિડિયા પ્રોફાઈલને અપડેટ રાખવા માંગે છે અને પોતાના ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુ-ટ્યૂબ ચેનલ જેવી સૌશિયલ મિડીયા પ્રોફાઈલને ટ્રેન્ડિંગમાં રાખવા માટે અવનવા સ્ટંટ અને કરતબો કરતાં હોય છે. જેથી આવા યુવાનો અને યુવતીઓ પોતાના અને બીજાના જીવ જોખમમાં મૂકે છે.
ચાલુ ગાડીએ સ્ટંટ કર્યા
મળતી માહિતી મુજબ, રાજકોટમાંથી એક સ્ટંટ કરતા યુવક-યુવતીઓનો વિડિયો વાઈરલ થયો છે. રાજકોટમાં યુવક-યુવતીઓ ઈન્સ્ટાગ્રામ રીલ્સની ઘેલછામાં બેદરકાર બન્યા. રાજકોટ શહેરમાં યુવક-યુવતીઓએ ફોર વ્હીલર ગાડીમાં સ્ટંટ કર્યા હતાં. વાયરલ વિડીયોમાં ત્રણ યુવતી અને બે યુવકો દેખાયા હતા. વીડિયોમાં ત્રણ યુવતીઓ થાર ગાડી પર બેસેલી નજરે પડે છે અને બે યુવકો બંને કારના દરવાજો ખોલીને બહાર લટકતાં નજરે પડે છે. આ ત્રણ યુવતી અને બે યુવકોએ ચાલુ ગાડીએ સ્ટંટ કર્યા હતા. આ સ્ટંટનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. યુવકો અને યુવતીઓએ ચાલુ ગાડીમાં સ્ટંટ કરવાથી જાહેર રસ્તા ઉપર જતાં લોકોના જીવ જોખમમાં મૂક્યાં હતાં.
રીલ્સની ઘેલછામાં જીવ જોખમમાં મૂક્યાં
આ યુવાનો રીલ્સ બનાવવાની ઘેલછામાં બેફામ રીતે સ્ટંટ કરતાં જોવા મળ્યાં હતાં. રાજકોટ શહેરમાં ત્રણ યુવતી અને બે યુવકોએ મળીને થાર ગાડીમાં સ્ટંટ કર્યાં હતા. રીલ્સ બનાવવાની ઘેલછામાં યુવાનો પોતાની સાથે બીજાની જિંદગીને જોખમમાં મૂકી રહ્યાં છે.
તંત્ર ક્યારે એક્શન લેશે?
અવારનવાર આવા યુવક-યુવતીઓ જાહેર રસ્તાઓ ઉપર સ્ટંટ કરતાં જોવા મળે છે અને આવા સ્ટંટબાજોને કારણે સામાન્ય લોકોને હાલાકી થાય છે. આવા જોખમી સ્ટંટ કરવાને કારણે લોકોના જીવ પણ જોખમમાં મૂકાય છે. ત્યારે રાજકોટ પોલીસ આવા સ્ટંટબાજો પર ક્યારે કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.


