- સુરતના પાંડેસરામાં રૂ.5નો સિક્કો બાળક ગળી ગયો
- 3 વર્ષના બાળકના ગળામાં રૂ.5નો સિક્કો ફસાયો
- બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયો
માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના પાંડેસરામાં રૂ.5નો સિક્કો બાળક ગળી ગયો હતો. તેમાં રમવા આપેલો રૂ.5નો સિક્કો બાળક ગળી જતા ઉપાધી થઇ હતી. જેમાં 3 વર્ષના બાળકના ગળામાં રૂ.5નો સિક્કો ફસાયો હતો. ત્યારે બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
ડોકટરોએ બાળકની સારવાર કરી સિક્કો કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો
ડોકટરોએ બાળકની સારવાર કરી સિક્કો કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. અગાઉ રાજકોટમાં દોઢ વર્ષનું બાળક એક મહિનાથી બીમાર હતું. જેથી તેને તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. નિદાન કરતા શ્વાસનળીમાં સીંગદાણો ફસાયો હોવાનું ખુલ્યું હતું. ડોક્ટરે દૂરબીનથી ઓપરેશન કરી સીંગદાણો બહાર કાઢી બાળકનો જીવ બચાવ્યો હતા.
બાળકને સૂતાં-સૂતાં કોઈ વસ્તુ ખવડાવવી જોઈએ નહીં
બાળકોમાં સૌથી વધુ 3થી 5 વર્ષનાં બાળકોમાં સીંગદાણા, ચણા, રમકડામાં આવતો નાનો એલઇડી બલ્બ, સ્ક્રૂ, પથ્થર જેવી વસ્તુઓ કાઢવાનાં પીડીયાટ્રીક સર્જરી વિભાગમાં 12થી 15 અને અન્ય વિભાગોમાં મળીને 50 કેસમાં 10માંથી 7 કિસ્સામાં સીંગદાણા કે તેનો ટુકડો હોય છે. જેથી પરિજનોએ નાના બાળકને આવી વસ્તુ ન રમે તેની તકેદારી રાખવી, સૂતા સૂતા, રમતા રમતા બાળકને ક્યારેય કંઈ ખવડાવવું જોઈએ નહીં.


