- ભીલડી માર્કેટયાર્ડમાં રાજગરાની આવક શરૂ થઇ ! હજુ આગામી દિવસોમાં આવક વધશે
- ભીલડી માર્કેટયાર્ડ માં રાજગરા ની આવક શરૂ થઈ
- હજી આગામી દિવસો માં આવક વધશે
ભીલડી સહિત બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો રવી સીઝનમાં રાજગરાનું બહોળા પ્રમાણમાં વાવેતર કરતા હોય છે ત્યારે આ વર્ષે રવી સીઝનના રાજગરાની આવક ની શરૂઆતમાં ઉંચા ભાવો મળી રહેતા ખેડૂત વર્ગમાં પણ ખુશી જોવા મળી રહી છે ગત વર્ષે રાજગરાનો ભાવ પ્રતિ મણ 1 5 0 0 થી 1 7 0 0 આસપાસ જોવા મળ્યા હતા જ્યારે આ વર્ષ શરૂઆતમાં જ રાજગરાનો પ્રતિમણ બે હજાર થી વધુનો ભાવ મળી રહ્યા છે ત્યારે ભીલડી માર્કેટયાર્ડમાં બુધવારના રાજગરાની આવકો શરૂ થતા 2 1 0 0 રૂપિયા ના પ્રતિમણ ના ભાવે રાજગરા નું વેચાણ થતા ખેડૂત વર્ગમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ બાબતે ભીલડી માર્કેટયાર્ડ ના વેપારીઓએ જણાવ્યું હતું કે ગત વર્ષે પણ ખેડૂતોને રાજગરાના ભાવ સારા મળ્યા હતા અને આ વર્ષે પણ રાજગરાના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભીલડી પંથકમાં રાજગરાનું બહોળા પ્રમાણમાં વાવેતર થયેલ છે ત્યારે આગામી સમયમાં ભીલડી માર્કેટયાર્ડમાં રાજગરાની નોંધપાત્ર આવક જોવા મળશે.


