By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જ્ઞાની વ્યક્તિમાં સમાનતાનો મોટો ગુણ રહેલો હોય છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

જ્ઞાની વ્યક્તિમાં સમાનતાનો મોટો ગુણ રહેલો હોય છે

agragujaratnews
Last updated: 2023/10/05 at 10:43 AM
2 years ago
Share
જ્ઞાની વ્યક્તિમાં સમાનતાનો મોટો ગુણ રહેલો હોય છે
SHARE

વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિનિ II

શુનિચૈવશ્વપાકે ચ પંડિતા: સમદર્શિન: II5/18II

અર્થ : જે જ્ઞાનીજન વિદ્યા અને વિનય આદિના ગુણોવાળા છે તે પંડિત, બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો અને ચંડાળ વગેરે સર્વમાં સમાન દૃષ્ટિવાળા હોય છે.

જ્ઞાની કોને કહેવાય? જેને સારાનરસાનું પૂરેપુરુ ભાન હોય. સાત્ત્વિકતા શું છે? અધાર્મિકતા કેવી હોય? આ બધું જે સમજી શકતો હોય તે વ્યક્તિ જ્ઞાની છે તેમ કહી શકાય. જ્ઞાન વ્યક્તિમાં જુદી જુદી રીતે આવે છે. કોઈને વારસાગત મળે છે તો કોઇ પ્રયત્ન કરીને તે પામે છે. જ્ઞાની વ્યક્તિ વિદ્યાવાન અને વિવેકી હોય છે. જ્ઞાન અને વિદ્યા એ બે પણ ભિન્ન બાબતો છે. વિદ્યા એટલે કોઇ ચોક્કસ પ્રકારની સિદ્ધિ કે સફળતા મેળવવા માટેની વિધિ. તે તરફ જવાનો માર્ગ વિદ્યા બતાવે છે. જ્યારે જ્ઞાનમાં વિદ્યા ઉપરાંત બીજી ઘણીબધી બાબતનો સમાવેશ થાય છે. જે વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થયું છે તેનામાં સમાનતાનો મોટો ગુણ હોય છે. તેને માટે સુખ-દુ:ખ, ધન-દોલત, કે ગરીબી આ બધું સરખું હોય છે. આ શ્લોકમાં સ્પષ્ટ રીતે પંડિત, બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો અને ચંડાલનો ઉલ્લેખ કરીને કહેવાયું છે કે જ્ઞાની વ્યક્તિને આ બધાં એકસમાન લાગે છે. તે એમનામાં કશો જ ભેદભાવ જોતો નથી. પંડિત અને ચંડાળ બન્ને એકબીજાથી તદ્દન વિપરીત અવસ્થાનાં પાત્ર છે તે છતાં તેમનામાં કોઈ ભેદ ન જુએ તે વ્યક્તિ તો વિરલ કહેવાય. એ વ્યક્તિ જ્ઞાની હોવાને કારણે જાણતો જ હોય છે. દરેકનામાં રહેલો આત્મા તો એકસરખો જ છે. જે તફાવત છે એ તો તેણે ધારણ કરેલા દેહને કારણે જ છે. આવી વ્યક્તિઓ તેમનામાં રહેલી વિદ્યા અને વિવેકને કારણે સદાય વંદનીય હોય છે, સન્માનને પાત્ર બની રહે છે.

ઇહૈવ તૈર્જિત: સર્ગો યેષાં સામ્યે સ્થિતં મન: II

નિર્દોષં હિ સમં બ્રહ્ન તસ્માદબ્રહ્મણિ તે સ્થિત:II 5/19II

અર્થ : જેમનું મન સમત્વમાં સ્થિર રહ્યું છે તે સમદર્શી મનુષ્યે આ જન્મમાં જ સંસારને જીતી લીધો છે, કારણ કે બ્રહ્મદોષથી રહિત અને સમાન હોવાથી એ મનુષ્ય બ્રહ્મમાં સ્થિત રહે છે.

મન સમત્વમાં (સમાનતા) સ્થિર રહે છે એટલે જગતનાં બધાં જ તત્ત્વ કે જીવમાં જે સમાનતા જુએ છે તેણે તો આ જન્મમાં મનુષ્ય દેહ સ્વરૂપે જ સંસારને જીતી લીધો છે એમ માનવું. જેને આત્મજ્ઞાન થઇ જાય તેને બધુ સરખું જ લાગે છે. તે બધા જીવમાં કશો જ ભેદ કે તફાવત જોતો નથી. જો તમે કોઇનામાં કશો ભેદ પાડો જ નહીં કે જુઓ જ નહીં તો પછી તમે દોષ લાગે તેવું કોઇ કર્મ પણ કરી શકતા નથી અને જો તેવું કર્મ કદાચ તમારાથી થાય તો પણ તેનો કોઇ દોષ તમને લાગશે નહીં, કેમ કે તમે તો જે કર્મ કર્યું છે તે નિષ્કામ અને સમાનતાના ભાવથી જ કરેલું છે. તમે જો નિષ્કામ અને સમાનતાના ભાવથી જ્યારે કર્મ કરો ત્યારે તમારે એ અંગે કશી ચિંતા રાખવાની રહેશે નહીં. તમે કાયમને માટે ઈશ્વરમાં જ સ્થિર રહી શકશો. જગતની મોહમાયા કે એને સંબંધિત કોઈ પણ તત્ત્વ તમને સતાવશે નહીં કે નડતર રૂપ લાગશે નહીં. વ્યક્તિનામાં સૌને સમાન માની લેવાનો ગુણ વિકસે તો પછી એના મનમાં અન્ય કોઈ પ્રશ્ન જન્મતા જ નથી. તે દરેક ઘટનાને સહજ રીતે જ લેતો થઇ જાય છે. અહીં અર્જુનજીને આવો સમતાનો ભાવ ધારણ કરવાથી બ્રહ્મમાં સ્થિર થવાની વાત ભગવાને કરી છે.

You Might Also Like

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
રાજકોટ

 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો

Editor By Editor 6 days ago
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?