- PI સાથે મુલાકાત ન થતા પગલુ ભર્યાનું અનુમાન
- 32 વર્ષિય ડૉ.વૈશાલી જોશી PI બી.કે.ખાચરને મળવા આવી હતી
- યુવતી PI સાથે પ્રેમ સંબંધ હોવાની માહિતી સૂત્રોએ આપી
અમદાવાદ ક્રાઇમ બ્રાંચની કચેરીમાં મહિલાનું મોત થયુ છે. જેમાં 32 વર્ષિય ડૉ.વૈશાલી જોશી PI બી.કે.ખાચરને મળવા આવી હતી. તેમાં યુવતીના પર્સમાંથી 15 પાનાની નોટ મળી આવી છે. યુવતી PI સાથે પ્રેમ સંબંધ હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. તેમાં PI સાથે મુલાકાત ન થતા પગલુ ભર્યાનું અનુમાન છે.
યુવતી શિવરંજની નજીક PGમાં રહેતી હતી
યુવતી શિવરંજની નજીક PGમાં રહેતી હતી. તેમાં પોલીસે યુવતીના મોત મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. તેમજ EOWમાં વારંવાર ધક્કા ખાધા છતાં ફરિયાદ ન લેવાતા આપઘાત કર્યાની ચર્ચા પણ થઇ રહી છે. એક PIએ રજૂઆત સાંભળ્યા વગર જ તેની પર ગુસ્સે થતાં મહિલાને મનમાં લાગી આવ્યું હતુ. અધિકારીએ સમગ્ર ઘટનાની જાણ કોઈને ન થાય તે માટે અનેક પ્રયાસો કર્યા છે.
જાણો સમગ્ર ઘટના:
ગાયકવાડ હવેલી વિસ્તારમાં આવેલા ક્રાઇમ બ્રાન્ચ કેમ્પસમાં એક મહિલા તબીબની રહસ્યમય રીતે લાશ મળતા પોલીસબેડામાં દોડધામ મચી ગઈ હતી. આ મહિલા તબીબ ઈકોનોમિક ઓફેન્સ વિગ (EOW)માં અનેક વખત પોતાની ફરિયાદ નોંધાવવા માટે અધિકારીઓને મળવા જતાં હતાં, પરંતુ અધિકારીઓ કોઇ જવાબ આપતા ન હતા. આથી કંટાળીને મહિલાએ ક્રાઇમ બ્રાન્ચના કેમ્પસમાં વસંત રજત બંધુત્વ સ્મારક પાસે બેસીને પગમાં ઇન્જેક્શન મારીને આપઘાત કર્યો હોવાની શંકા સેવાઇ રહી છે. પોલીસે મહિલાની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે VS હોસ્પિટલ મોકલી આપી હતી. આ અંગે ગાયકવાડ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. અગાઉ ક્રાઇમ બ્રાન્ચમાં એક આરોપીએ પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરી હતી ત્યારે પણ CCTV ફૂટેજ બંધ હતા. આ વખતે અરજદારનું ભેદી મોત થતાં ક્રાઇમ બ્રાન્ચની આબરૂ બચાવવા માટે ઉચ્ચ અધિકારીએ સમગ્ર ઘટનાની જાણ કોઈને ન થાય તે માટે અનેક પ્રયાસો કર્યા હતા.


