- મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શોક વ્યક્ત કર્યો
- મહારાષ્ટ્ર સરકારે પીડિત અને પરિવારો આર્થિક સહાય જાહેર કરી
- મહારાષ્ટ્રના ગાનપુરમાં બોટ પલટી જતાં બે મહિલાઓ બચાવી લેવાઈ
મહારાષ્ટ્રના ગાનપુર ગામમાં મંગળવારે ચંદ્રપુર ગડચિરોલી જિલ્લાની સરહદ પર બોટ પલટી જતાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. બે મહિલાઓને બચાવી લેવામાં સફળતા મળી હતી. અન્ય પાંચ મહિલાઓની શોધખોળ ચાલુ છે. પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રને ઘટનાની જાણ થતાં જ NDRF બચાવ ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. ગુમ થયેલી મહિલાઓની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શોક વ્યક્ત કર્યો
મહારાષ્ટ્રના ગાનપુર ગામમાં બનેલી બોટ પલટી જવાની ઘટનાને પગલે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ ઘટનામાં જીવ ગુમાવનારાઓને હું શ્રદ્ધાંજલિ આપું છું. આ દુઃખદ અવસર પર અમે તેમના પરિવારો સાથે છીએ. આ સાથે જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને આર્થિક મદદનું આશ્વાસન આપ્યું છે.
મૃતકોના પરિવારજનોને આર્થિક મદદ કરશે
મહારાષ્ટ્રની રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને આર્થિક મદદ કરશે. ગુમ થયેલી મહિલાઓની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ચંદ્રપુરના તળાવમાં સેલ્ફી લેતી વખતે ચાર ડૂબી ગયા, સર્ચ ઓપરેશન ચાલુ. તેમજ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. મહારાષ્ટ્ર સરકાર અને મહારાષ્ટ્ર પોલીસે આ ઘટના અંગે ઝીણવટભરી તપાસ કરીને ત્વરિત અહેવાલો રજુ કરવા અંગે જણાવ્યુ છે. જેથી દોષિતો પર કાર્યવાહી કરી શકાય.


