સોન્જા સેમ્યોનોવાના ઓક વૃક્ષ સાથેના સંબંધને સેલ્ફ ઇન્ટિમસી ગાઇડ તરીકે ઓળખે છે
તેણી માને છે કે આપણે પ્રકૃતિ સાથે વધુ સહજીવન સંબંધ રાખવાથી વધુ મેળવી શકીએ છીએ
પ્રકૃતિમાં રહેલા છોડ વૃક્ષ અને દરેક પ્લાન્ટ માં જીવન છે એ સાબિત થયું છે અનેક વૈજ્ઞાનિક પ્રયોગોમાં પણ સાબિત કરવામાં આવ્યું છે કે છોડ અને વૃક્ષ પણ માણસની લાગણી સમજી શકે છે. એવા અનેક પ્રયોગો સાબિત થયા છે કે જે ફૂલ છોડની કાળજી માણસ પ્રેમથી રાખે છે તેની તેનો વિકાસ ઝડપથી થાય છે અને જે ફૂલ છોડની માણસ અવગણ ના કરે છે તેનો વિકાસ ધીમો થાય છે.
વૃક્ષો પણ માણસની વાત સમજી શકતા હોય છે. માણસ અને વૃક્ષોનો સંબંધ અલગ જ હોય છે આવા જ એક સંબંધની વાત છે જેમાં એક મહિલા વૃક્ષને જ પોતાનું સ્વજન ગણીને તેની સાથે લાગણી ધરાવે છે. આ વાત છે કેનેડાની 45 વર્ષીય મહિલાની…
બાય સેક્સ્યુઅલ અને હોમોસેક્સ્યુઅલ જેવા શબ્દો તમે સાંભળ્યા હશે, પણ કેનેડાની આ મહિલા પોતાને ઇકોસેક્સ્યુઅલ કહે છે. ૪૫ વર્ષની સોન્જા સેમ્યોનોવા હંમેશાં એકલતા અનુભવતી હતી, પણ હાલમાં તેના એક વૃક્ષ સાથેના સંબંધે તેનો ખાલીપો દૂર કરી દીધો છે. સેલ્ફ ઇન્ટિમસી ગાઇડ જણાવે છે કે તેનો વૃક્ષ પ્રત્યેનો એહસાસ એ અનુભવ છે જે હંમેશાં એક વ્યક્તિમાં શોધતી હતી. કૅનેડા બ્રિટિશ કોલમ્બિયાના વૅન કુવર આઇલૅન્ડની સોન્જા જણાવે છે કે જે વસ્તુની હાજરી હું આ વૃક્ષ સાથે અનુભવું છું એ હમેશાં એક વ્યક્તિમાં શોધતી હતી. સોન્જા ૨૦૨૦ના વિન્ટરમાં કૅનેડા આવી અને લૉકડાઉન દરમ્યાન ડેઇલી વૉક પર જવા માંડી અને વૉક દરમ્યાન તે વિશાળ ઓક ટ્રી પાસેથી પસાર થતી હતી. એ દરમ્યાન ૨૦૨૧ના સમરમાં તેને આ વૃક્ષ સાથે આકર્ષણનો અનુભવ થયો હતો.સોન્જાએ કહ્યું કે ‘મારા ડેઇલી વૉક વખતે મેં આ વૃક્ષ સાથે એક આકર્ષણનો અનુભવ કર્યો હતો. હું જૂઠું નહીં બોલું, પણ ખરેખર ત્યાં એક અલગ આકર્ષણ હતું. જે મને તેની તરફ ખેંચતું હતું. ‘હું માનું છું કે આપણે પ્રકૃતિ સાથે વધુ સહજીવન સંબંધ રાખવાથી વધુ મેળવી શકીએ છીએ, તે સંબંધ ચોક્કસપણે શૃંગારિક હોઈ શકે છે.