By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    12 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સત્યનો ઉપાસક ક્યારેય ભાગતો નથી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

સત્યનો ઉપાસક ક્યારેય ભાગતો નથી

Last updated: 2024/12/05 at 2:58 AM
1 year ago
Share
સત્યનો ઉપાસક ક્યારેય ભાગતો નથી
SHARE

સોક્રેટિસનાં ચાર સૂત્રો છે. એક છે, એકમાત્ર સાચી બુદ્ધિમત્તા એવી સમજણમાં છે કે તમે કંઈ નથી જાણતા. સૌથી મોટી બુદ્ધિમત્તા એમાં છે કે આપણે જાણી લઈએ કે હું કાંઈ નથી જાણતો. બહુ સુંદર સૂત્ર છે, કેમ કે અહીં આપણે કંઈ નથી જાણી શક્તા. ચાલો, આપણે જીવ છીએ, કંઈક જાણીએ છીએ. એનો સ્વીકાર કરી લો,

 પરંતુ કંઈ ન જાણતા હોવા છતાં કહીએ છીએ કે અમે બધું જાણીએ છીએ, ત્યાંથી આપણી અધ્યાત્મયાત્રા અટકી જાય છે. આપણે આગળ નથી વધી શક્તા. આ વાતનો સ્વીકાર કરવો એ બહુ મોટી વાત છે. જ્યારે એથેન્સવાસીઓએ દેવીને પૂછ્યું કે આપણે ત્યાં સૌથી મોટા જ્ઞાની કોણ છે? તો દેવીએ કહી દીધું, સોક્રેટિસ. હવે દેવી આમ કહી દે પછી તો શું કહેવું? તો બધા લોકો સોક્રેટિસ પાસે આવ્યા કે દેવીએ કહી દીધું છે કે સૌથી મોટા જ્ઞાની આપ છો.

સોક્રેટિસે કહ્યું, દેવીએ કહ્યું હશે એ તમે સમજ્યા નહીં હોય કે પછી ખબર નહીં શું હશે, બાકી હું કંઈ નથી જાણતો. હું જ્ઞાની નથી. લોકો પાછાં ગયાં દેવી પાસે, કહ્યું, સોક્રેટિસ તો કહે છે કે હું જ્ઞાની નથી. દેવીએ હસતાં હસતાં કહ્યું કે એટલા માટે જ તો એ જ્ઞાની છે, કેમ કે કહી શકે છે કે હું જ્ઞાની નથી. એમ કહેવું બહુ મુશ્કેલ છે, બહુ કઠિન છે. આપણને કોઈ જ્ઞાની કહે, ભક્ત કહે, એ સારું લાગે છે; બહુ પ્યારું લાગે છે. એ વાતોથી જે બહાર નીકળી ગયા, એમની વાતો આપણે સમજીએ તો ધન્ય થઈ શકીએ.

બીજું સૂત્ર, આત્માની ઉન્નતિ અથવા દેખભાળ બે વસ્તુથી થઈ શકે છે. એક વિવેક અને બીજી સચ્ચાઈ. વિવેક અને સચ્ચાઈ વિના આત્માની ઉન્નતિ આપણે નથી કરી શક્તા. `વિવેક’ અને `સચ્ચાઈ’ આ બે શબ્દો બહુ જ આવશ્યક છે. હવે હું તુલસીનો આધાર લઉં એ પહેલાં એ પણ કહી દઉં કે વિવેકની પ્રાપ્તિ થાય છે સત્સંગથી. `બિનુ સત્સંગ બિબેક ન હોઈ.’ સત્યની પ્રાપ્તિ કરવાની નથી હોતી, એને પ્રગટ કરવું પડે છે. આપણે ખુદ ન કરી શકીએ તો કોઈ માર્ગદર્શકની જરૂર પડે છે જે એને ખોલે, દીપ જલાવે. સત્ય એટલે સચ્ચાઈ અને વિવેકની વાત સોક્રેટિસે કરી. ગોસ્વામી `માનસ’ માં કહે છે.

સચિવ સત્ય શ્રદ્ધા પ્રિય નારી.

માધવ સરિસ મીતુ હિતકારી.

એક છોડને મોટો કરવો હોય તો સારું ખાતર જોઈએ. સમયસર પાણી પાવું જોઈએ. બરાબર પવન જોઈએ. સુરક્ષા જોઈએ. સૂર્યનો તાપ પણ જોઈએ. ઉપદ્રવી જીવોથી એને બચાવવો પણ જોઈએ. સોક્રેટિસ આત્માની ઉન્નતિની વાત કરે છે એમાં બે જ વાત વચ્ચે મૂકે છે, વિવેક અને સચ્ચાઈ. સત્સંગથી વિવેક આવે છે. સત્સંગનો અર્થ છે સત્યનો સંગ. ઠીક છે, આપણે કહી દઈએ છીએ, હું બોલું, તમે સાંભળો એ સત્સંગ છે. સારી વાત થાય એ સત્સંગ છે. પરંતુ સત્સંગનો સાચો અર્થ છે સત્યનું હોવું અને એમાંથી જે પ્રગટ થાય છે એનું નામ વિવેક છે. સોક્રેટિસની દૃષ્ટિએ આત્માની ઉન્નતિની દેખભાળ વિવેક અને સચ્ચાઈમાં થાય છે. મને એ વાત બહુ સારી લાગે છે.

સોક્રેટિસ કહે છે, તમે મને દંડ દઈ રહ્યા છો તો દેવો વિરુદ્ધ પાપ કરી રહ્યા છો. મારો સ્વીકાર દેવતાઓએ કર્યો છે, તમે નહીં. મોટી વાત એ છે કે દેવ આપણને સ્વીકારે. લોકોનો શું ભરોસો? લોકો તો આજે સ્વીકારે ને કાલે ગાળો દે! આજે ચરણસ્પર્શ કરે, કાલે પગ ખેંચે! એમનું શું ઠેકાણું? જેમને સાધુપણું પામવું છે એ બંનેનો સ્વીકાર કરે. મને પૂછવામાં આવ્યું છે કે `બાપુ, આપે કહ્યું, સ્વીકાર કરવો જોઈએ. તો કેટલી હદ સુધી સ્વીકાર કરવો?’ આ પ્રશ્ર વારંવાર ઊઠે છે. શુભ-અશુભ બંનેનો સ્વીકાર કરો. અસ્તિત્વએ એ નથી જોયું કે તું સારો છે કે ખરાબ છે. એને આપણને રહેવા માટે પૃથ્વી આપી છે. એણે જ એનું જળ આપણને પિવડાવ્યું છે. એની જ હવાથી આપણને જીવતાં રાખ્યાં છે. એણે આપણને તેજ આપ્યું છે. અસ્તિત્વ આટલો સ્વીકાર કરે છે તો એની છાયામાં ઊછરનારાં આપણે પણ એટલો સ્વીકાર કરીએ. આપણે પણ શુભ-અશુભથી દીક્ષિત થવાનું છે. આપણે નબળાઈઓનાં પૂતળાં છીએ.

સોક્રેટિસને ખબર છે કે મને દંડ દેવામાં આવી રહ્યો છે એ પાયા વગરનો છે! આપણે જાણીએ છીએ કે સોક્રેટિસની સામે બે પ્રસ્તાવ આવ્યા હતા. સારા માણસો સમજતા હતા કે આ બુદ્ધપુરુષ રહી જાય તો સારું છે. બે પ્રસ્તાવમાંનો એક હતો કે અમે નૌકાની વ્યવસ્થા કરી દઈએ અને તમે અહીંથી નીકળી જાઓ. કોઈ એવી સ્વતંત્ર જગ્યાએ ચાલ્યા જાઓ. દેશ છોડી દો. બીજી વાત આવી કે જ્યૂરીની સામે તમે મૌન રહો તો વાત ખતમ! સોક્રેટિસે કહ્યું કે આ બે વાતો માટે હું સત્યને એટલો મોટો ધોખો આપું? શું હું ભાગી જાઉં? હું એથેન્સ છોડી દઉં? મૃત્યુ જેવી નાની વાત, જે નિશ્ચિત જ છે. તો કહે, તમે ચૂપ રહો. સોક્રેટિસ સૌને એટલા પ્રિય હતા કે એ બજારમાં નીકળતા હતા તો યુવાનો એમને ચારે બાજુથી ઘેરી લેતા હતા. એ માણસ કેટલો પ્યારો હશે! એમણે કહ્યું, હું ખોલવાનું બંધ નહીં કરું. એ માણસ કહે છે, હું મૌન નહીં રહું અને ભાગીશ પણ નહીં. સત્યનો ઉપાસક ક્યારેય ભાગતો નથી. કેવી રીતે ભાગે? સોક્રેટિસનો નિર્ણય બહુ પ્યારો લાગે છે.

ચોથા સૂત્રમાં જે આજની વાત છે, સદ્ગુણ જ્ઞાન છે. જ્યાં સારપ હોય છે ત્યાં જ્ઞાન હોય છે, કેમ કે કોઈપણ વ્યક્તિ સ્વેચ્છાએ ખરાબ નથી કરતી, એવું એક સૂત્ર છે. સદ્ગુણની ચર્ચા સોક્રેટિસે બહુ કરી છે. સદ્ગુણમાં પણ મુખ્ય સદ્ છે. આટલાં વર્ષો પહેલાં કહેવામાં આવેલી વાતો આજે પણ આપણા માટે પ્રાસંગિક છે. દેવે જેમને અનુમોદિત કર્યા હોય એમને દંડ ન દેવો. વ્યક્તિગત રૂપે હું કોઈને દંડ દેવાના પક્ષમાં નથી. સંવિધાન, ન્યાયતંત્ર એનું કામ કરે. કોઈએ કંઈ પણ કર્યું હોય, ક્ષમા કરી દો. પરંતુ દુનિયામાં જે ઘટનાઓ ઘટે છે! રામરાજ્યમાં `દંડ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હતો. એકબીજા વચ્ચે પરદો પણ નહોતો રહેતો. પરદો કેવળ રંગમંચ અને નાટ્યકારોની વચ્ચે જ રહેતો હતો. વ્યક્તિ-વ્યક્તિની વચ્ચે ભેદ નહોતો. ક્ષમાને એટલી બધી કમજોર શું કામ સમજો છો?

કોઈ ગુનો કરે અને તમે પણ સ્વાભાવિક દંડપક્ષી ન હો તો કેવળ જિસસને યાદ કરવા. એમણે એક વાક્ય કહ્યું હતું, આ લોકોને ખબર નથી કે એ શું કરી રહ્યા છે! એમાં આખું શાસ્ત્ર આવી જાય છે. એક બાળક કાચ ફોડી નાખે છે તો એને ખબર જ નથી કે એ શું કરી રહ્યો છે? સોક્રેટિસ જતી વખતે જે પ્રવચન આપે છે એ મને બહુ જ સારું લાગે છે. કહે છે, મારાં એથેન્સવાસીઓ; એ સંબોધન કોઈ વ્યક્તિવાચક નથી; આખું રાષ્ટ્ર એની સામે આવી જાય છે. કેટલો વિશાળ દૃષ્ટિકોણ રહ્યો હશે! એ કહે છે કે મારાં એથેન્સવાસીઓને મારે એટલું જ કહેવું છે કે મારી સાથે જે થઈ રહ્યું છે તે, પરંતુ મારા મનમાં કોઈ પ્રત્યે કટુતા નથી. નરસિંહ યાદ આવે છે.

જે ગમે જગતગુરુ દેવ જગદીશને,

તે તણો ખરખરો ફોક કરવો.

આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,

ઊગરે એ જ ઉદ્વેગ ધરવો.

સોક્રેટિસના વિચારો આજે પણ આપણને પ્રેરણા આપે એવા છે.

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
રાજકોટ

 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી

Editor By Editor 6 days ago
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?