યથા દીપો નિવાતસ્થો નેડં:ગતે સોપમા સ્મૃતા II
યોગિનો યતાચિતસ્ય યુજ્જતો યોગમાત્મન: II6/19II
અર્થ : જેમ વાયુ ન વાતો હોય એવા સ્થાનમાં રહેલો દીવો ડોલતો નથી તેમ જેણે મનને વશ કર્યું છે એવો યોગી પરમાત્માના ધ્યાનમાં નિરંતર અચલિત અને સ્થિર રહે છે.
અંધારી રાત હોય, સરસ મઝાનો દીપક પ્રગટાવ્યો હોય ને સહેજ પણ પવન ન વાતો હોય ત્યારે એ દીવાની જ્યોતને જોઇ રહેવાનું પણ આપણને ગમે છે. એની પીળી તેજસ્વી જ્યોતને તાકી રહેવાથી આપણને અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે જો તમારું મન તમે વશ કરીને સ્થિર કરી દીધું હોય તો એ પેલા સ્થિર દીવાની જેમ પરમાત્મામાં સ્થિર થઇ શકે છે. અહીં પરમાત્મા એટલે એવા કોઈ પણ દેવ કે માતાજી જેનામાં તમને પરમ શ્રદ્ધા છે. ભગવદ ગીતામાં મુખ્ય વાત મનને વશ કે નિયંત્રિત કરવાની છે. મન ચંચળ છે, આમતેમ ભટક્યા કરે છે, બીજે બધે શું ચાલે છે એ જોવામાં અને જાણવામાં એને રસ છે, બીજાનાં જીવન વિશે એને જાણવું હોય છે. જો તમે તમારા મનને આવી બધી પળોજણથી મુક્ત રાખી શકો તો તમે જગ જીત્યા. તો જ તમે પ્રભુ સાથે એકાકાર થઇ શકશો. પવન વિનાની રાત્રિમાં ચમકી રહેલા દીવાની જેમ તમારું અસ્તિત્વ દેદીપ્યમાન બની જશે.
યત્ર ઉપરમ્તે ચિત્તમ નિરુદ્ધમ યોગસેવયા:II
યત્ર ચ એવ આત્મના આત્માનમ પશ્યન આત્મનિતુષ્યતિ II20II
સુખમ આત્યંતિઅકમ યત તત બુદ્ધિગ્રાહ્યમ અત્તીન્દ્રીયમ્II
વેતિ યત્ર ન ચ એવ અયમ સ્થિત: ચલતિ તત્ત્વત: II21II
યમ લબ્ધવા ચ અપરમ લાભમ મન્યતે ન અધિકતમ તત: II
યસ્મિન સ્થિત:ન દુખેન ગુરુણા અપિ વિચાલ્યતે II22II
તમ વિદ્યાત દુ:ખ સંયોગવિયોગમ યોગસંગીતમ II
સ: નિશ્ર્ચયેન યોક્તવ્ય: યોગ: અનિર્વણ્ણચેતસાII23I
સ નિશ્યેન યોવતવ્યો યોગો અનિર્વણ્ય ચેતસ II
સંકલ્પમ્વાંકામંસ્ત્યકત્વા સર્વાનશેષત :I
મનસંવેન્દ્રીય ગરામમ વિનિયસ્ય તમંતત:II 24
અર્થ : સમાધિની હાલતમાં યોગના અભ્યાસથી અંકુશમાં આવેલું ચિત્ત શાંત થાય છે. મનુષ્ય શુદ્ધ અંત:કરણથી આત્માનો સાક્ષાત્કાર કરીને આત્મામાં જ સંતોષ પામે છે. વળી અતિન્દ્રિય અને બુદ્ધિગ્રાહ્ય જે અનંત સુખ છે તેને અનુભવે છે તેમજ આ યોગી જેમાં રહીને પણ તત્ત્વથી ચલિત થતો નથી કે તેને પામીને બીજા લાભને આનાથી અધિક માનતો નથી. જેમાં રહીને મોટા દુ:ખથી ચલિત થતો નથી તે દુ:ખ સંયોગના અભાવને `યોગ’ નામે જાણવો. તે યોગનો નહીં કંટાળેલા ચિત્તથી નિશ્ચયપૂર્વક અભ્યાસ કરવો. મનુષ્યે અચળ દૃઢતા અને શ્રદ્ધાપૂર્વક યોગની સાધના કરવી જોઇએ. મન વડે જ ઈન્દ્રિયોના સમૂહને બધી બાજુએથી સારી રીતે અંકુશમાં લેવો જોઈએ. વ્યક્તિ યોગની ક્રિયાથી સમાધિ પામે છે અને સમાધિ પ્રાપ્ત થવાથી તેનું ચિત્ત શાંત થાય છે. ત્યારે જ તેને આત્માનો સાક્ષાત્કાર પણ શક્ય બને છે અને તે કારણે આત્મા આત્મામાં જ સંતોષ પામે છે. આમ થવાથી તે બુદ્ધિને સ્વીકાર્ય હોય તેવાં સુખ પામી શકે છે. તે પછી તો તે યોગીની જેમ અલિપ્ત રહી શકે છે અને બીજાં ક્લિષ્ટ તત્ત્વોથી લેપાતો નથી. આ અવસ્થા ઘણા ભાગે એવી હોય છે કે તે દરમિયાન વ્યક્તિને સુખ કે દુ:ખ કશાનો અનુભવ થતો જ નથી.