ભરૂચ શહેરના મિલેનિયમ માર્કેટ નજીક એક યુવક દ્વારા માસૂમ બાળકીઓને માર મારવામાં આવ્યો હોવાની અમાનવીય ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેના કારણે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. વાયરલ થયેલા વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક યુવક નિર્દયતાથી બાળકીઓને લાફા મારીને માર મારી રહ્યો છે.
પોલીસને જાણ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી
આ ઘટનાના દ્રશ્યો જોતા જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસને આ બનાવની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. બાળકીઓને માર મારનાર આ યુવકને શોધી કાઢવા અને તેની સામે કાયદેસરના પગલાં લેવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.


