- કડિયાકામેથી પરત ફરી રહેલા યુવાનને અકસ્માત નડયો
- સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર અકસ્માતોની પરંપરા યથાવત
- ઇજાગ્રસ્ત યુવાનને સાયલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો
સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર અકસ્માતોની પરંપરા યથાવત રહેવા પામી હોય તેમ કડીયાકામેથી પરત ફ્રી બાઇક લઇને ઘરે જતા યુવાનને ટ્રક રૂપી કાળનો ભેટો થઇ જતા તેનું મોત નીપજયું હતું. અકસ્માત બાદ લોહી નિંગળતી હાલતમાં રોડ પર પડેલા ઇજાગ્રસ્ત યુવાનને સાયલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું પ્રાણ પંખેરુ ઉડી જતા પરિવારમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.
ડોળીયા ગામે રહેતા કલ્યાણભાઇ રાયસંગભાઇ બજાણીયા ઉ.વ.35 સોમવારે પોતાના બનેવી ભુપતભાઇની વાડીએ કડીયાકામે જઇ સાંજે બાઈકમાં પરત ઘરે ફ્રી રહ્યા હતા. તે સમયે સામતપર ગામના બોર્ડ પાસે પાછળથી પુરપાટ ધસી આવેલા ટ્રકે બાઇકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ભયંકર ટક્કરથી રોડ પર પટકાયેલા કલ્યાણભાઇને સાથળ, પેટ, છાતીના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પરંતુ ફ્રજ પરના તબીબે મૃત જાહેર કરતા યુવાનના પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. અકસ્માત બાદ ટ્રક રોડ પર રેઢો મુકી ચાલક નાસી છૂટયો હતો. ટ્રક અડફેટે જીવ ગુમાવનાર યુવાનના બે દિકરા,એક દિકરી એમ ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.આ બાબતે મૃતકના ભત્રીજા જસમતભાઇ દ્વારા અકસ્માત સર્જનાર ફ્રાર અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફ્રિયાદ નોંધાવતા બનાવની તપાસ સાયલા પોલીસના એ.એન.બુધેલીયા ચલાવી રહ્યા છે.


