- વડોદરામાં રાજકોટના યુવાનનું હાર્ટ એટેકથી મોત
- છાતીમાં દુખાવા બાદ SSG હોસ્પિટલમાં લવાયો હતો
- SSG હોસ્પિટલના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો
વડોદરામાં રાજકોટના યુવાનનું હાર્ટએટેકથી મોત થયુ છે. જેમાં 36 વર્ષીય ધરમસિંહ પઢેરિયાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. યુવાનને છાતીમાં દુખાવા બાદ SSG હોસ્પિટલમાં લવાયો હતો. જેમાં એસીડિટીનો સામાન્ય દુખાવો સમજી યોગ્ય સમયે દવા ન કરતા મોત થયુ છે.
SSG હોસ્પિટલના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો
SSG હોસ્પિટલના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો છે. બિઝનેસ ટુર પર આવેલ યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. રાજકોટથી વડોદરા ખાતે યુવાન આવ્યો હતો. રાજકોટના નાના મવા મેઈન રોડ સ્થિત સત્યમ એપાર્ટમેન્ટમાં યુવક રહેતો હતો. સોમવારે છાતીમાં દુખાવો થતા એસીડીટી સમજી દવા કરી ન હતી. જેમાં મંગળવારે છાતીમાં દુખતા એસ.એસ.જી હોસ્પિટલમાં લવાયો હતો. ત્યારે તબીબોએ સારવાર દરમ્યાન મૃત જાહેર કર્યો હતો.
45 વર્ષીય રાજીવ ગુપ્તા સવારે પથારીમાંથી ઉઠયા જ નહીં
છેલ્લા કેટલાય સમયથી હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. નાના બાળકથી લઇને વૃધ્ધોને અચાનક આવતા હાર્ટ એટેકને લઇને લોકોમાં ચિંતાનો માહોલ છવાઇ ગયો છે. દરરોજ હાર્ટ એટેકથી થતા મૃત્યુમાં વધારો થતો જાય છે. તાજેતરમાં ગાંધીનગરમાં એક હોટલીયરનું અને સુરતમાં એક મહિલાનું હાર્ટએેટેકથી મોત થયું હતુ. ગાંધીનગરના જાણીતા હોટલીયરનું હ્રદયરોગના હુમલાથી અવસાન થયું હતુ. નારાયણી હાઇટ્સ હોટેલ અને રિસોર્ટના માલિક રાજીવ ગુપ્તાનું હૃદય રોગના હુમલાથી અવસાન થયુ હતુ. રાત્રે સુઇ ગયા બાદ રાજીવ ગુપ્તાને ઊંઘમાં જ હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. 45 વર્ષીય રાજીવ ગુપ્તા સવારે પથારીમાંથી ઉઠયા જ નહીં.


