- સુરતના રુપાલી ઈન્ડસ્ટ્રીના કારખાનામાં બનાવ બન્યો
- સારવાર મળે તે પહેલા જ કિશોરનું મોત થયુ
- 15 વર્ષીય કિશોરના પોસ્ટમોર્ટમની તજવીજ શરૂ
લિફ્ટ અને સ્લેબ વચ્ચે ગળું ફસાતા કિશોરનું મોત થયુ છે. જેમાં સુરતના રુપાલી ઈન્ડસ્ટ્રીના કારખાનામાં આ બનાવ બન્યો છે. તેમાં સારવાર મળે તે પહેલા જ કિશોરનું મોત થયુ છે. 15 વર્ષીય કિશોરના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરાઇ છે. મૃતક કિશોર મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હતો.
રૂપાલી ઈન્ડસ્ટ્રીના એક કારખાનામાં 15 વર્ષીય કિશોરનું મોત થયુ
ઉધના વિસ્તારમાં આવેલી રૂપાલી ઈન્ડસ્ટ્રીના એક કારખાનામાં 15 વર્ષીય કિશોરનું મોત થયુ છે. જેમાં લિફ્ટ અને સ્લેબ વચ્ચે ગળુ ફસાઈ જવાના લીધે કિશોરનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. કિશોરને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા જ તેને દમ તોડી દીધો હતો. હાલ તો પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમની દિશામાં તપાસની સાથે પરિવારને જાણ કરવામાં આવી છે. મંગલ સુખબદન સિંગનું મોત થતા મધ્યપ્રદેશના રહેતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.
લિફ્ટમાં ફસાતા છ વર્ષના બાળકનું મોત થયાની ઘટના બની
અગાઉ અમદાવાદમાં લિફ્ટમાં ફસાતા છ વર્ષના બાળકનું મોત થયાની ઘટના બની હતી. શહેરના શાહીબાગ વિસ્તારમા લિફ્ટમાં ફસાતા છ વર્ષના બાળકનું મોત થયું હતું. વસંત વિહાર ફ્લેટમાં અચાનક લિફ્ટનો દરવાજો બંધ થતા બાળક ફસાયો હતો. ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર વચ્ચે બાળકનું માથું છૂંદાઇ જતા બાળકનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. બાળકના મૃતદેહને અસારવા સિવિલ લઈ જવામાં આવ્યો હતો.
બાળકના મૃતદેહને અસારવા સિવિલ લઈ જવામાં આવ્યો હતો
વસંત વિહાર ફ્લેટ-2માં રમતા રમતા 6 વર્ષનો બાળક લિફ્ટમાં ગયો હતો. ત્યારે અચાનક લિફ્ટનો દરવાજો બંધ થઇ જતા બાળક તેમાં ફસાઇ ગયો હતો. અચાનક લિફ્ટ ચાલુ થઇ જતા લિફ્ટની વચ્ચે બાળકનું માથું છૂંદાઇ જતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. શાહપુર ફાયરબ્રિગેડની ટીમે બાળકના મૃતદેહને લિફ્ટની વચ્ચેથી કાઢ્યો હતો. બાળકના મૃતદેહને અસારવા સિવિલ લઈ જવામાં આવ્યો હતો.


