- બલોલના રણછોડ પટેલનું હાર્ટ એટેકથી મોત
- અંબાજી જતા સમયે બસમાં આવ્યો હતો હાર્ટ એટેક
- સારવાર મળે તે પહેલા જ નિપજ્યું મોત
મહેસાણાના ખેરાલુમાં હાર્ટ એટેકથી એકનું મોત થયુ છે. જેમાં ST ડેપોમાં મુસાફરનું હાર્ટ એટેકથી મોત થયુ છે. બલોલના રણછોડ પટેલનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જેમાં અંબાજી જતા સમયે બસમાં હાર્ટ એટેક આવ્યો હતો.
સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું
સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું છે. મહેસાણા ડેપોથી અંબાજી જતી બસમાં સવાર મુસાફરનું મોત થયુ છે. જેમાં ખેરાલુ એસટી ડેપોના શૈચાલયથી બસમાં બેસવા પરત આવતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. તેમાં એસટી બસના કંડકટરે સારવાર માટે 108 બોલાવી હતી. ત્યારે 108ના કર્મીઓએ મુસાફરનું મોત થયું હોવાનું જાહેર કર્યું હતુ. જેમાં બલોલના રણછોડભાઈ આર પટેલ નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયુ છે.
સાબરકાંઠામાં વધુ એક હાર્ટ એટેકથી મોત
તેમજ આજે સાબરકાંઠામાં વધુ એક હાર્ટ એટેકથી મોત થતા ચકચાર મચી છે. જેમાં તલોદ તાલુકામાં વઘુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. તેમાં તલોદ તાલુકાના કરમીપુરા ક્રિકેટ રમતા શિક્ષકનો હાર્ટ એટેક આવ્યો હતો. દહેગામ તાલુકાના રખિયાલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા પાટીદાર સમાજના પંકજકુમાર દશરથભાઈ પટેલ 35 વર્ષના યુવકનું મોત થયુ છે. તલોદ તાલુકાના કરમીપુરાની સીમમાં મિત્રો સાથે દિવાળીની રજાઓમાં ક્રિકેટ રમતા અચાનક ઢળી પડતા તલોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
તબીબે મૃત જાહેર કરતા દિવાળીનો ઉત્સવ માતમમાં ફેરવાયો
તલોદ ખાનગી હોસ્પિટલના તબીબે મૃત જાહેર કરતા દિવાળીનો ઉત્સવ માતમમાં ફેરવાયો છે. 35 વર્ષના યુવાનના મોતને લઈને સ્થાનિક પાટીદાર સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. દિન પ્રતિદિન વધતા હાર્ટ એટેકના કેસો સામે આવતા લોકો ભય જોવા મળી રહ્યો છે. યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધતા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે. અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા શિક્ષક પંકજ પટેલનુ હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે.


