- પાદરા સોખડા રોડ કેનાલ પાસે યુવાનની હત્યા
- રૂપિયાની લેતીદેતી થતા મારામારીમાં હત્યાનું અનુમાન
- મૃતક યુવક ડભાસાનો વતની હોવાનું ખૂલ્યું
પાદરાના સોખડાખુર્દ કેનાલ પાસે યુવાનની હત્યા કરાઈ છે. જેમાં મુખ્ય હત્યારા સુરેશ તડવી સહિત અન્ય 4 સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે 1500 રૂપિયાની લેતી દેતીમાં હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે. જેમાં પાદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક યુવાન ડભાસા ગામની સિમમાં રહેતો હતો
માત્ર રૂપિયા 1500ની લેતી દેતીમાં હત્યા થઈ હોવાનું પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતક યુવાન ડભાસા ગામની સિમમાં રહેતો હતો. મૃતક વિકાસ શનાભાઈ પાટનવાડિયા હોવાનું બહાર આવ્યું હતું. તથા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાદરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં પાદરા પોલીસ સહિત વડોદરા ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક સહિત વડોદરા ગ્રામ્ય એલ.સી.બીની ટીમ પણ પાદરા દોડી આવ્યા હતા. બીજી તરફ પાદરા સરકારી દવાખાનામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
પોલીસે હત્યાનું પગેરું શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી
પોલીસે હત્યાનું પગેરું શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. બીજી તરફ પાદરા પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન સોખડાખુર્દ કેનાલ પાસે રહેતા સુરેશ તડવીને ત્યાં મારા મારીનો બનાવ બન્યો હતો. જેમાં સુરેશ તડવી સહિત અન્ય ઈસમોએ વિકાસ પાટણવાડિયાની હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે મુખ્ય આરોપી સુરેશ તડવી સહિત અન્ય 4 સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


