- 25 વર્ષીય યુવકનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું હતુ
- કારમાં સવાર 4માંથી એક યુવકનું મોત
- અન્ય ત્રણ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
અમદાવાદમાં કાર પલટી જતા યુવકનું મોત થયુ છે. જેમાં નરોડા હાંસલપુર રોડ ઉપર કાર પલટી ગઇ હતી. કારમાં સવાર 4માંથી એક યુવકનું મોત થયુ છે. તેમજ અન્ય ત્રણ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. નરોડા હાંસલપુર રોડ ઉપર વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી.
મારુતિ કારમાં સવાર ચારમાંથી એકનું મોત થયુ
મારુતિ કારમાં સવાર ચારમાંથી એકનું મોત થયુ છે. જેમાં કાર પલ્ટી ખાઈ જતા ઘટના બની છે. તેમજ 25 વર્ષીય યુવકનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું હતુ. જો કે 108માં સારવાર દરમિયાન યુવકનું મોત થયુ છે. તેમજ અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં હજી તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ પર કરેલો ગોઝારો અકસ્માત ભૂલાતો નથી ત્યાં તો ઓવરસ્પીડને કારણે અનેક અકસ્માતો સામે આવી રહ્યા છે.
ગોઝારો અકસ્માત નરોડાના હંસપુરમાં થયો
શહેરમાં આવો જ એક ગોઝારો અકસ્માત નરોડાના હંસપુરમાં થયો છે. મોડી રાતે પૂરપાટ ઝડપે એક કાર જઇ રહી હતી. જેની સ્પીડ એટલી વધારે હતી કે, આખી કાર પલટી ખાઇ ગઇ હતી. આ ગોઝારા અકસ્માતમાં એક યુવાનનું મોત નીપજ્યુ છે.


